આ ડોક્ટરને લોકો માને છે ભગવાનનો અવતાર, ૨૦ લાખથી પણ વધારે લોકોનો કર્યો છે મફતમાં ઈલાજ

0
1715

સાચું ભારત ગામડાઓમાં જ વસે છે, આ વાત સૌ કોઈ કહે છે. પરંતુ ગામડાઓમાં રહેતા લોકો માટે ચીકીત્સા સુવિધા આજ સુધી પૂરી નથી પહોચતી. સમયે સમયે આનું ઉદાહરણ આપતી તસ્વીરો પણ આપની સામે આવતી રહે છે. આવી પરિસ્થિતી વચ્ચે આજે અમે તમને એવા ડોક્ટર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમને ગામડાઓમાં મફતમાં ચીકીત્સા દેવાનો સંકલ્પ કરેલો છે.

બેંગલોર થી ૩૫ કિલોમીટર દૂર આવેલું તિબેગુર ગામમાં રવિવારે ડો. રમના રાવ ફ્રીમાં ક્લિનિક ચલાવે છે. આ કાર્ય પાછલા ૪૦ વર્ષોથી ચાલી રહ્યું છે અને હાલ પણ આ કાર્ય ચાલુ છે. અત્યાર સુધી આ ક્લિનિકમાં કુલ ૨૦ લાખથી પણ વધુ લોકોનો મફતમાં ઈલાજ કરવામાં આવેલો છે જે એક વર્લ્ડ રેકોર્ડ છે.

રવિવારે આ ગામડામાં તેમના ક્લિનિકની બહાર લાંબી લાંબી લાઇનમાં લોકો પોતાનો વારો આવવાની રાહ જોઈ રહ્યા હોય છે. દરેક સપ્તાહ ડૉ. રમના રાવ લગભગ ૮૦૦ થી પણ વધુ લોકોનો મફતમાં ઈલાજ કરે છે. દર્દીઓને અહિયાં તેમની તપાસથી લઈને દવા સુધી બધુ જ મફત આપવામાં આવે છે. આ સિવાય દર્દીઓને અહી મફતમાં ભોજન પણ આપવામાં આવે છે. ગામના લોકોને સ્વસ્થ રાખવાનું બીડું જડપનાર ડો. રમના રાવને પોતાની સેવા માટે સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કાર પણ આપવામાં આવેલો છે.

ડો. રમના રાવ દર રવિવારે ગણેશ પૂજાની સાથે જ ક્લિનિકની શરૂઆત કરે છે. ત્યારબાદ અલગ અલગ લાઇનમાં બેઠેલા મહિલા અને પુરૂષોને હાથ જોડીને મળે છે અને તેમની તકલીફો વિશે વાતચીત કરે છે, ત્યારબાદ દરેક દર્દીની તપાસ પોતે જાતે જ કરીને મફતમાં દવા પણ આપે છે. તેમના આ કામમાં સાથે આપવા માટે તેમની સાથે તેમના ૩૦ જૂનિયર ડોક્ટર પણ છે.

ઉધરસ, તાવ, શરદી, ઘૂંટણનું દર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવી સામાન્ય બીમારીઑ સિવાય અહિયાં ડિયાબિટીસ, ડેન્ટલ કેર જેવી મોંઘી બીમારીઓનો ઈલાજ પણ મફતમાં કરવામાં આવે છે. આ સિવાય માહિનામાં એક વાર અહિયાં આઇ ટેસ્ટ અને ECG અને સંપૂર્ણ હેલ્થ ચેકઅપ કેમ્પ પણ ડો. રમના રાવ પણ અહી રાખે છે. ક્યારેય તેમના બે સર્જન દિકરા પણ અહિયાં તેમની મદદ કરવા માટે આવે છે. સૌથી મોટી આશ્ચર્યની વાત તો એ છે કે ડો. રમના રાવ આ ફ્રી ક્લિનિક પોતાના ખર્ચે ચલાવે છે.

ફ્રી ચીકીત્સા સિવાય ડો. રમના રાવએ આસપાસના ૧૫ ગામડાઓને પણ દત્તક લીધેલા છે, જ્યાં તેમણે ૮૦૦ ટોઇલેટ બનાવેલા છે. ગામડાઓના બાળકોમાં ફ્રીમાં નોટબૂક પણ વહેચે છે અને તેમની આ ખૂબીઓને લીધે ત્યાના લોકો તેમણે “મસીહા” માને છે.

ડો. રમના રાવ બેંગલોરના પ્રખ્યાત ડોક્ટર છે અને તેમનું કહેવું છે કે તેઓ પોતાની મોટા ભાગની આવક આ સેવાના કાર્યમાં લગાડી દે છે, પરંતુ દર્દીઓની સંખ્યા દિવસે એ દિવસે વધતી જઈ રહી છે જેના લીધે પોતાના કામને પ્રભાવશાળી રીતે ચલાવવા માટે તેમણે હવે ફંડની જરૂર લાગી રહી છે.

અત્યારની આ હાઇફાય લાઇફને છોડીને રજાના એક દિવસને પણ લોકોની સેવામાં કાર્યમાં લગાવી દેવા વાળા ડો. રમના રાવ જેવા બહુ ઓછા લોકો હોય છે. આવા લોકોને મજબૂત કરવા એ સમયની માંગ છે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here