આ દેશમાં ખૂબ જ જડપથી વધી રહી છે હિન્દુઓની વસ્તી

0
555

હાલમાં અમેરિકાના રિસર્ચ સેન્ટરમાં ૨૦૭૫ માં મુસ્લિમોની વસ્તી સમગ્ર દુનિયામાં સૌથી આગળ હોવાના રિપોર્ટ પ્રસ્તુત કરીને તેણે બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. તે રિપોર્ટ ની સૌથી વધુ ચર્ચા ભારતમાં થઇ હતી કારણ કે તેમાં બતાવવામાં આવ્યું હતું કે ૨૦૫૦ સુધી ભારતની વસ્તી નો સૌથી મોટો હિસ્સો મુસ્લિમોનો હશે. હવે જનસંખ્યા ને લઈને એક નવો રિપોર્ટ આવ્યો છે જે હિન્દુઓ માટે થોડી રાહત સમાન છે.

ભારતના ૨૦૫૦ સુધી સૌથી વધુ મુસ્લિમ વસ્તી ની વાત કરવા વાળા લોકો હવે એ જાણી લે કે હિન્દુત્વ પણ દુનિયાના ઘણા એવા વિસ્તારોમાં ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. ભારતની બહાર હિન્દુ વસ્તીનો આ ગ્રોથ ભલે થોડો હોય પરંતુ ખુબ જ મહત્વપૂર્ણ છે. તમને જણાવી દઈએ કે આયર્લેન્ડ કે જે એક ઈસાઈ દેશ છે ત્યાં હિન્દુ ધર્મ ખુબ જ ઝડપથી વધી રહ્યો છે.

આયર્લેન્ડની વસ્તી ગણતરી મુજબ પાંચ વર્ષમાં દેશની હિન્દુ જનસંખ્યામાં ૩૪% નું વધારો જાણવા મળેલ છે. આ વસ્તી ગણતરી ૨૦૧૬ના એપ્રિલ મહિનામાં કરવામાં આવી હતી. ખાસ વાત તો એ છે કે આ સમય દરમિયાન મુસ્લિમ જનસંખ્યામાં ફક્ત ૨૯% ની વૃદ્ધિ નોંધવામાં આવેલ હતી જ્યારે આયર્લેન્ડની કુલ જનસંખ્યાની વૃદ્ધિ ૩.૮% જ થઈ હતી.

તમને જણાવી દઈએ કે આયર્લેન્ડ એક ક્રિશ્ચિયન દેશ છે. આ દેશની સૌથી મોટી જનસંખ્યા રોમન કેથોલિક ની છે. આયર્લેન્ડની કુલ ૪.૭૬ મિલિયન વસ્તીમાં સૌથી મોટો હિસ્સો રોમન કેથોલિક જ છે. આંકડાઓ અનુસાર ૨૦૧૧માં આ કેથોલિક દેશમાં લગભગ ૧૦,૦૦૦ હિન્દુઓ હતા, જે ૨૦૧૬ના એપ્રિલ મહિના સુધીમાં ૧૪,૦૦૦ સુધી પહોંચી ગયા.

આ વર્ષે એપ્રિલમાં આવેલી એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ૨૦૫૦ સુધી દુનિયામાં મુસ્લિમોની વસ્તી સૌથી વધારે ભારતમાં હશે જે ૩૦ કરોડ સુધી પહોંચી ચૂકી હશે. રિપોર્ટમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ૨૦૫૫ થી ૨૦૬૦ ની વચ્ચે હિન્દુઓના જન્મમાં ખૂબ જ ઘટાડો આવશે. તેનું મુખ્ય કારણ ભારતમાં પ્રજનન દર નો ઘટાડો હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here