આ કંપની લાવી રહી છે સૌથી સસ્તી કાર

0
1246

જ્યારથી ભારતમાં ઇન્ટરનેટ સસ્તું થઇ ગયું છે દરેક ચીજ પોતાની કિંમત થી એટલી સસ્તી વહેંચાઈ રહી છે કે જાણીને તમને વિશ્વાસ જ નહીં આવે.

હવે મારુતિ એ પણ અંબાણી ના રસ્તા પર ચાલતા દરેક વ્યક્તિ ને ઇન્ટરનેટ ના તરફથી કાર આપવાનું મન બનાવી લીધું છે. હવે મારુતિ પોતાની સૌથી સસ્તી કાર લાવી રહી છે તે પણ માત્ર 1.5 થી 2 લાખ રૂપિયા ની વચ્ચે.

મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ જલ્દી જ ભારતીય બજારમાં પોતાના બ્રાન્ડ ની સૌથી નાની અને સસ્તી કાર ઉતારવા ની તૈયારીમાં છે. ટાટા નૈનો અને હ્યૂન્ડાઈ ઇઓન જેવી ઇકોનોમિક અને ફ્યુલ ઈફિશિયન્ટ કાર ના મુકાબલે માં મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ પોતાના લોકપ્રિય મૉડલ મારુતિ ઓલ્ટો થી પણ સસ્તી કાર ‘સર્વો’ ને લોંન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

મારુતિ સાથે જોડાયેલા સૂત્રો ના આધારે કાર બજાર માં લગાતાર વધતી પ્રતિસ્પર્ધા ને જોતા કંપની આ કાર ને જલ્દી જ લોન્ચ કરવા માગે છે. ઉમ્મીદ કરવામાં આવી રહી છે કે તેની શરૂઆતની કિંમત 1.5 થી લઈને 2.5 લાખ રૂપિયા ની વચ્ચે હોઈ શકે છે. મારુતિ આ કાર દ્વારા પોતાના ખુબ જ લોકપ્રિય મૉડલ મારુતિ 800 ની ભરપાઈ કરવા માગે છે જે ભારતની પહેલી બજેટ કાર માનવામાં આવે છે.

આ મોડેલ હાલ જાપાન માં ઉપલબ્ધ છે અને ભારતીય બજાર માં સર્વો ના ખર્ચ ને ઓછું કરવા માટે મારુતિ તેમાં અમુક ફીચર્સ ઓછું કરી શકે છે. સર્વો હૈચબેક ક્લાસ માં આવે છે તથા તેમાં 4 થી 5 લોકો ને બેસવાની ક્ષમતા છે.

સર્વોમાં 0.7 લીટર, 660 સીસી નું પેટ્રોલ એન્જીન ઉપીયોગ માં લેવામાં આવ્યું છે.60 બીએચપી પાવર વાળી આ કાર ની માઈલેજ 30 કિમિ પ્રતિ લીટર થી પણ વધુ હોવાનો દાવો કંપની દ્વારા કરવામાં આવી રહ્યો છે. મારુતિ એ સર્વો માં એડવાન્સ્ડ વેરીએબલ વેલ્યુ ટાઈમિંગ (VVT) ટેક્નિક નો ઉપીયોગ ઉપીયોગ કર્યો છે જે સર્વો ને વધુમાં વધુ માઈલેજ પ્રદાન કરશે.

એક સાધારણ નાના પરિવાર ના આધારે બુટ સ્પેસ, યુવાઓને આકર્ષિત કરતી ડિઝાઇન અને ચટકીલા મૈટલીક રંગો માં ઉપલબ્ધ આ કાર ની ભારતીત કાર બજાર માં ખુબ જ આતુરતાથી વાટ જોવામાં આવી રહી છે. જો કે હજી કંપનીએ તે નથી જણાવ્યું કે તેઓ સર્વો ના કેટલા મૉડલ ને બજારમાં ઉતારશે.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here