આ છે ગુજરાતનો સૌથી મોટો નદી કિનારે આવેલો એમ્યુઝમેન્ટ પાર્ક, પરિવાર સાથે કરી શકો છો એન્જોય

0
1654

માણસ જો કંઈ પણ વસ્તુ કરવાનું ધારી લે તો તેના માટે કોઈ જ કામ અશક્ય નથી. માણસ ધારે તો રણમાં પણ હરિયાળી બનાવી શકે છે. આ વાતને હકીકત મા વિસનગરના એક પાટીદાર એ કરી બતાવ્યું છે. સાબરમતી નદીના બિનઉપજાવ અને બંજર થઈ ગયેલી જગ્યામાં સ્વર્ગ સમાન નેચર પાર્ક ઉભો કર્યો છે. વિજાપુર હિંમતનગર રોડ પર આવેલ ડેરોલ માં તિરુપતિ ઋષિવન નેચરપાર્ક નામથી રીસોર્ટ ઉભો કરેલ છે.

ઊંઝા ની બાજુમાં આવેલ ટુંડાવ ગામના એક ખેડૂતના ઘરે જન્મેલા જીતુભાઈ એ અભ્યાસમાં સિવિલ એન્જિનિયરિંગ કરેલ હતું અને અભ્યાસ બાદ તેઓએ કન્ટ્રકશન લાઈનમાં આગળ વધ્યા હતા. તેઓ અવારનવાર વિજાપુર અને હિંમતનગર હાઇવે પરથી પસાર થતા ત્યારે તેઓની નજર સુકાઈ ગયેલી નદી અને પડતર રહેલી એવી જમીન પર પડતી હતી.

આ સુકાઈ ગયેલ નદી તથા પડતર પટેલ જમીનને જોઈને તેઓને વિચાર આવ્યો કે આ સુકી અને પડતર જમીનમાં કંઈક એવું બનાવવું છે જેથી કરીને લોકો રજાના દિવસોમાં તથા વીકેન્ડમાં અહીંયા પોતાનો સારો એવો સમય પસાર કરી શકે અને પરિવાર સાથે આનંદમય રીતે રહી શકે.

લોકોને રજાના દિવસોમાં તથા વીકેન્ડમાં પરિવાર સાથે ફરવા જવા માટે ગુજરાતની બહાર જવું પડે છે જો અહીંયા એવું કંઈક બનાવવામાં આવે જેથી કરીને લોકોને ગુજરાતની બહાર ન જવું પડે. તેમના આ વિચાર સાથે જ આ નેચર પાર્ક બનાવવાની શરૂઆત થઇ હતી.

તેઓએ નેચર પાર્ક બનાવવા માટે 2008માં અહીંયા જમીન લીધી અને ત્યારબાદ આ નેચરપાર્ક નું કામ આગળ વધ્યું હતું. 2011માં તિરુપતિ નેચરપાર્ક નું કામ પૂરું થયું અને ત્યારબાદ તિરુપતિ રિસોર્ટ પણ શરૂ થયો હતો. તિરૂપતિ એમ્યુઝમેન્ટ પાર્ક 150 એકરમાં ફેલાયેલો ગુજરાતનો નદી કિનારે આવેલો સૌથી મોટો રિસોર્ટ માનવામાં આવે છે.

અહીંયા પરિવાર સાથે દરેકને આનંદ મળે એ રીતે 25 થી પણ વધારે વોટરપાર્કમાં રાઇડ્સ આવેલી છે. આ ઉપરાંત અહીંયા 12D સિનેમા, જંગલ સફારી, એડવેન્ચરપાર્ક, ગાર્ડન વગેરે જેવી સુવિધાઓ આપવામાં આવેલી છે. હાલના સમયમાં ઘણા લોકો ફિલ્મના લોકેશન માટે પણ અને પ્રિ-વેડિંગ ના લોકેશન માટે પણ આ જગ્યાનો ખૂબ જ લાભ લઇ રહ્યા છે.

બાળકો માટે નેચર પાર્કમાં મિની ટ્રેન પણ છે. જો તમે એક દિવસનું પીકનીક પ્લાનિંગ કરી રહ્યા હોય તો પરિવાર સાથે આનંદદાયક દિવસ પસાર કરવા માટે આ જગ્યા ઉત્તમ છે. આ ઉપરાંત અહીંયા તીરંદાજી સ્વિંગ ચેર રેસિંગ કાર ડર્ટ બાઇક એડવેન્ચર શૂટિંગ પેરાગ્લાઈડિંગ હેલિકોપ્ટર રાઇડ જેવી અનેક રાઇડ્સ અહીંયા ઉપલબ્ધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here