આ છે દુનિયાની અજાયબ નોકરીઓ, વાંચીને તમે પણ કરવા માંગશો આ નોકરીઓ

1
2428

ભાડે બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ, પ્રોફેશનલ લાઈન સ્ટેન્ડર થી લઈને પ્રોફેશનલ સ્લીપર સુધી, આવી ઘણી અજાયબ નોકરીઓ આ દુનિયામાં રહેલી છે. આ એવી નોકરીઓ છે જેના વિશે કદાચ તમે પહેલા ક્યારેય સાંભળ્યું નહીં હોય. આ નોકરીઓ વિષે જાણીને કદાચ તમે પણ તે કરવા માંગશો. આ અજીબોગરીબ નોકરીઓ દરેક જગ્યાએ ઉપલબ્ધ નથી. પરંતુ થોડા દેશોમાં આ નોકરીઓ તમને આસાનીથી મળી જશે.

ભાડે બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ

માણસના સ્પર્શને ખુબ જ મોટુ દર્દનિવારક માનવામાં આવે છે. જો તમારી પાસે કોઈ એવું નથી જે તમને પ્રેમ ભર્યો અહેસાસ આપે તો હજુ મોડું નથી થયું. 8000 રૂપિયા એક કલાકના આપીને તમે પોતાના માટે પ્રેમની તલાશ કરી શકો છો. આ સર્વિસ ઘણી કંપનીઓ પ્રદાન કરે છે. આ સર્વિસ તમે જીવનભર માટે પણ લઈ શકો છો. અહીંયા એવું વાતાવરણ આપવામાં આવે છે જેથી કરીને ગ્રાહક સુરક્ષિત મહેસૂસ કરી શકે.

પ્રોફેશનલ લાઈન સ્ટેન્ડર

જો તમે લાઈનમાં ઉભા રહેવાથી કંટાળો નથી આવતો તો આ નોકરી તમારા માટે છે. આ નોકરીમાં તમારે ફક્ત લાઈનમાં ઊભા રહીને રાહ જોવાની છે. આ માટે તમને સપ્તાહના 70 હજાર રૂપિયા આપવામાં આવશે. એપલ પ્રોડક્ટના લોન્ચ માટે લાઇનમાં ઊભા રહેવું અથવા કોઈ મૂવી ટિકિટ માટે લાઇનમાં ઊભા રહેવું જેવી નોકરી આમાં સામેલ છે.

કોન્ડોમ ટેસ્ટર

ઓસ્ટ્રેલિયામાં ડ્યુરેક્સ કંપની કોન્ડોમ ટેસ્ટર માટે ૨૦૦ થી પણ વધારે પોસ્ટ કાઢે છે. જેમાં એક કોન્ડોમના ટેસ્ટ કરવા માટે 4000 રૂપિયા આપવામાં આવે છે. જેમાં તમારે કોન્ડોમનો ઉપયોગ કરવાનો હોય છે.

આઈસક્રીમ ટેસ્ટર

જો તમને આઈસ્ક્રીમ ખૂબ જ પસંદ છે તો આ નોકરી તમારા માટે છે. જેમાં તમારે અલગ અલગ પ્રકારના આઇસક્રીમનો ટેસ્ટ કરીને તેને નામ આપવાના હોય છે. ઘણી કંપનીઓ આ પ્રકારની નોકરી ઓફર કરે છે.

પ્રોફેશનલ સ્લીપર

જો તમને સુવા માટે ના પણ પૈસા આપવામાં આવે તો તેનાથી વધારે સારી નોકરી કોઇ પણ ન હોઈ શકે. હકીકતના નાસા પ્રોફેશનલ સ્લીપર ને ભાડે રાખે છે. આ લોકો પર તે સાયન્ટિફિક ટેસ્ટીંગ કરે છે. જેના માટે તેમને સારા એવા રૂપિયા આપવામાં આવે છે. એક વર્ષના તેઓને 40 લાખ રૂપિયા ફક્ત સુવા માટે આપવામાં આવે છે.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here