આ છે કેન્સરની સૌથી મોટી હોસ્પિટલ, જ્યાં આધુનિક ટેક્નોલોજીથી ઓપરેશન વગર ફક્ત એક જ વારમાં કેન્સરને કરી નાંખવામાં આવશે ખતમ

1
35120

આપણા દેશમાં નેશનલ કેન્સર સંસ્થાનમાં ખૂબ જ જલદી જાપાની ટેકનોલોજીથી કેન્સરના દર્દીઓ નો ઈલાજ કરવામાં આવશે. તથા આ ટેક્નોલોજીની મદદથી કેન્સરના દર્દીઓ નો ઈલાજ કોઈપણ પ્રકારના ઓપરેશન વગર થશે. વર્ષ ૨૦૨૧ સુધીમાં હરિયાણાના બાઢસા સ્થિત નેશનલ કેન્સર સંસ્થાનમાં આ ટેક્નોલોજી આવી જશે. કેન્સરના ટ્યુમર ને ફક્ત એક જ વખત માં કરી નાખે એવી આ ટેકનોલોજી હજુ અમેરિકામાં પણ ઉપલબ્ધ નથી. પરંતુ તે ખૂબ જ જલદી ભારતમાં ઉપલબ્ધ થઇ જવાની છે.

આ ટેકનોલોજીનું નામ છે હેવી આયન રેડિયોથેરેપી અને આ એક પ્રોટોન થેરેપી છે. આ ટેક્નોલોજીની મદદથી કેન્સરના દર્દીઓનું ટ્યુમર કોઈપણ પ્રકારના ઓપરેશન વિના ખતમ કરી દેવામાં આવશે. આ ખૂબ જ અત્યાધુનિક ટેકનોલોજી છે. આ ટેકનોલોજી ઓપરેશન ની સામે વધારે અસરદાર તથા કારગર સાબિત થશે. આ રેડિયો થેરપીની મદદથી ફક્ત કેન્સરના જ અસર પડશે અને આ ટ્યુમરની આસપાસનો હિસ્સો એકદમ સારું થઈ જશે.

આ ટેક્નોલોજીના ઉપયોગ સમયે રેડિયેશન ટ્યુમરની બીજી તરફ ન જતા ફક્ત ટ્યુમર વાળા હિસ્સાને જ પ્રભાવિત કરશે. ઓપરેશન બાદ જ્યાં દર્દીને તંદુરસ્ત થવા માટે સમય લાગે છે ત્યારે આ ટેક્નોલોજીની મદદથી દર્દી ફક્ત એક મહિનાની અંદર જ સ્વસ્થ થઈ જશે. ભારતે જાપાન દેશ સાથે આ ટેકનોલોજીનો કરાર કરી લીધો છે અને ત્રણ વર્ષોમાં આ સુવિધા સામાન્ય જનતા માટે ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે.

આપણા દેશના રાષ્ટ્રીય કેન્સર સંસ્થાન આ ટેક્નોલોજી આવી જવાથી આપણો દેશ દુનિયાના એ દેશોમાં સામેલ થઈ જશે જેમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે હજુ સુધી ફક્ત ચાર દેશમાં જ આ રેડિયોથેરપી દ્વારા દર્દીઓનો ઈલાજ કરવામાં આવે છે. જેમાં જાપાન, ચીન, ઈટલી અને જર્મની જ છે અને હવે ભારત પણ આ દેશોની સૂચિમાં સામેલ થવા જઈ રહ્યું છે.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here