આ છે ભારતનું અજીબો-ગરીબ ઝાડ, તેની રક્ષા માટે ૨૪ કલાક હાજર રહે છે પોલીસ જવાન

0
2741

આ દુનિયામાં દરેક દેશની રક્ષા માટે કાનૂન વ્યવસ્થા બનાવવામાં આવી છે. એવામાં ભારત હોય કે કોઈ બીજો દેશ દરેક દેશની પોતાની સુરક્ષા સેના તે દેશના લોકોની સુરક્ષા માટે તૈનાત રહે છે. વારંવાર આપણે મોટા મોટા સેલિબ્રિટી અને નેતાની સાથે તેમની સિક્યોરિટી માટે કેટલીક સુરક્ષા અધિકારીઓને તેના જોયા હશે. પરંતુ શું ક્યારેય તમે કોઈ વૃક્ષ કે છોડ ને માટે સેનાને તૈનાત થયેલી જોઈ છે?  જી હા, હાલમાં મધ્ય પ્રદેશના એક જિલ્લામાં ભારતીય સેનાને એક વૃક્ષની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે.

મધ્યપ્રદેશના રાયસન ના સાચી સ્તૂપ ના પાસે લાગેલા બૌદ્ધ વૃક્ષની સુરક્ષાની જિમ્મેદારી ના ચાલતા અહીં દરરોજ સુરક્ષાકર્મીઓ નો પહેરો લાગેલો રહે છે. જાણકારીના અનુસાર આ બૌદ્ધ વૃક્ષ કોઈ બીમારી થી ગ્રસ્ત છે અને જો તેની રક્ષા ન કરવામાં આવી તો આ વૃક્ષ જલ્દી ખતમ થઈ જશે. આ વીઆઈપી વૃક્ષ ને પાછલા એક મહિનાથી કીડા લાગેલા છે. વૃક્ષને લાગેલા આ કીડા નું નામ કેટરપિલર છે. જેના ચાલતા આ વૃક્ષનાં પાંદડાં દિવસે-દિવસે સુકાવા લાગ્યા છે.

વૃક્ષ ની સુરક્ષા કરી રહેલા અધિકારીઓનાં અનુસાર જ્યારે તે આ જ્યારથી આ વૃક્ષને કીડાઓ એ પોતાની ચપેટમાં લીધું છે ત્યારથી તેની સુગંધ લેવા માટે કોઈ અધિકારી નથી આવ્યો. ત્યાં બીજી બાજુ ઉદ્યાનીકિ  વિશેષજ્ઞ કહ્યું છે કે આ વૃક્ષ પર લાગેલા કીડા આ વૃક્ષ માટે ખતરનાક સિદ્ધ થઈ શકે છે. જેના ચાલતા આવે આ વૃક્ષ પર ધ્યાન દેવા માટે ખાસ આવશ્યકતા છે.

સાચી અને સલામતપૂરની વચ્ચે હાઇવે કિનારે એક નાની પહાડી પર સુરક્ષા જાળીઓની વચ્ચે આ વૃક્ષ લહેરાઈ રહ્યું છે. સામાન્ય રીતે લોકો તેને પીપળાનું વૃક્ષ માને છે પરંતુ તેની સુરક્ષાને જોઈને તેના દિમાગમાં એક જ પ્રશ્ન ઉઠે છે કે આ વૃક્ષની આટલી બધી સુરક્ષા શા માટે ?

લગભગ ૧૫ ફીટ ઉંચાઈ સુધી જાડિયો થી ઘેરાયેલો અને આસપાસ પોલીસના જવાન એવું શું છે આ વૃક્ષની અંદર ખાસ કે હાઈવેથી  ગુજરવા વાળા જે લોકોને નથી ખબર કે આ વૃક્ષની ખાસિયત શું છે તેનું મહત્વ કેટલુ છે તેમને આશ્ચર્ય જરૂર થાય છે.

આ વૃક્ષ 21 સપ્ટેમ્બર, 2012માં શ્રીલંકાના તત્કાલીન રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષે તેમજ મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ ઘણા બધા દેશોના પ્રતિનિધિઓની મોજુદગી માં મધ્યપ્રદેશના વિશ્વ પર્યટન સ્થળ સાચી ની પાસે બૌદ્ધ યુનિવર્સિટીની પ્રસ્તાવિત પહાડી પર રોપ્યું હતું. જાણકારીના અનુસાર આ વૃક્ષની નીચે ભગવાન બુદ્ધને જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી તેની એક ડાળી શ્રીલંકામાં સ્થાપિત કરવામાં આવી હતી. જેના પછી શ્રીલંકાથી તેની એક ડાળી ને લઈને મધ્યપ્રદેશમાં લાવવામાં આવી હતી . જેના પછી આ વૃક્ષને બૌદ્ધ વૃક્ષ ના નામથી જાણવામાં આવે છે.

એક રિપોર્ટ અનુસાર આ વૃક્ષની સુરક્ષા માટે મધ્યપ્રદેશ સરકાર દર મહિને લગભગ એક લાખ રૂપિયા ખર્ચી રહી છે. અત્યારે આ વૃક્ષ પણ સરકાર ૬૫ લાખ રૂપિયા ખર્ચી ચૂકી છે. આ વૃક્ષની સુરક્ષા માટે ચાર જવાન  દિવસ રાત અહીં તૈનાત રહે છે. સાથે નગર પરિષદ સાચી થી પાણીનો ટેન્કર મોકલવામાં આવે છે. આ વૃક્ષ પર મધ્ય પ્રદેશ સરકારની નજર હંમેશા ટકી રહે છે.  અહીંના અધિકારીઓ આ વૃક્ષને ખતરનાક કીડાઓથી બચાવી ન શક્યા.

તેમજ જિલ્લા ઉદ્યાનની અધિકારી એમ એસ તોમરે કહ્યું કે તેમને આ કીડાના પ્રકોપની કોઇ જ સૂચના મળી નથી. તોમરે કહ્યું કે તેઓ જલ્દી જ કર્મચારી મોકલીને વૃક્ષની જાંચ  કરાવશે અને તેના પર ઉચિત દવાનો છંટકાવ કરાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here