આ ચમત્કારિક દેવીના દર્શન કરવાથી થઈ જાય છે આંખને લગતા રોગો દૂર, જાણો તેની સાથે જોડાયેલી કથા

0
572

નૈના દેવીનું મંદિર ઉત્તરાખંડમાં આવેલું છે. અને આ મંદિરમાં દૂરદૂરથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને માતાજીના દર્શન કરે છે. આ મંદિર નૈના જીલના ઉત્તર ના કિનારા ઉપર છે. એવું કહેવામાં આવે છે કે આ મંદિર ૧૫મી શતાબ્દીમાં બનાવવામાં આવ્યું હતું. પરંતુ ભૂકંપ આવવાના કારણે તે સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયું હતું.

1942માં મોતીલાલ શાહ દ્વારા પહેલી નૈના દેવી ની મૂર્તિ મંદિરમાં સ્થાપિત કરી હતી. પરંતુ 1980માં ભૂકંપ આવવાના કારણે મંદિર સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયું હતું. જેના પછી સ્થાનીય માણસો દ્વારા 1983માં આ મંદિરને ફરીથી બનાવવામાં આવ્યું હતું.

આ મંદિરની અંદર એક વિશાળ આંગણું છે જેને જમણી તરફ એક પવિત્ર પીપળ નું ઝાડ છે. અને ડાબી તરફ ભગવાન ગણેશ અને હનુમાનજીની મૂર્તિ સ્થાપિત છે. અને મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં ત્રણ મૂર્તિઓ સ્થાપિત છે. જેમાં જમણી બાજુ માં કાલી ની મૂર્તિ અને બે આંખોથી પ્રતિનિધિત્વ કરવા વાળા નૈના દેવીની મૂર્તિ વચ્ચે છે અને ડાબી બાજુ ગણેશજીની મૂર્તિ સ્થાપિત છે. આ મંદિર થી જોડાયેલી એક આસ્થા ના લીધે આ મંદિરમાં આવવાથી અને માતાજીના દર્શન કરવાથી આંખોને લગતી ઘણી સમસ્યા દૂર થાય છે. એટલા માટે જેને પણ આંખોની સમસ્યા હોય તે આ મંદિરમાં જરૂર જાય.

કેવી રીતે પડ્યું મંદિરનું નામ નૈના દેવી

શાસ્ત્રો અનુસાર આ એ જગ્યા છે જ્યાં સતીમાની આંખો પડી હતી. આંખો આ મંદિરમાં પડવાના કારણે તેનું નામ નૈના દેવી પડી ગયું. આ મંદિરમાં માતાજીના આંખો ની પૂજા કરવામાં આવે છે. દરેક વર્ષે આ મંદિરમાં નંદા અષ્ટમીના દિવસે મેળાનું આયોજન થાય છે. અને આ મેળો આઠ દિવસ સુધી ચાલે છે. આ મેળા સિવાય નવરાત્રીના દિવસોમાં પણ આ મંદિરમાં અનેક પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે છે. અને દૂરથી શ્રદ્ધાળુઓ નવરાત્રીના દિવસોમાં આ મંદિરમાં આવે છે.

ક્યાં છે સ્થાન

આ મંદિર ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે. અને નૈનીતાલથી બે કિલોમીટર  દૂર છે. અને આ મંદિર સવારે ૬ વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. તે ઉપરાંત તમે કોઈપણ સમયે તેમજ માં જઈ શકો છો મંદિરની બહાર તમને પૂજાનો દરેક સામાન મળી રહેશે.

કેવી રીતે જવું

ઉત્તરાખંડ રાજ્યમાં તમે સડકમાર્ગે સરળતાથી જઈ શકો છો. દિલ્હી થી નૈનીતાલ જવા માટે સરળતાથી બસો મળી જશે. અને જો તમે રેલ્વે થી જવા માંગતા હોવ તો કોઠગોદામ સ્ટેશન સુધીની ટ્રેન મળશે. તે ઉપરાંત તમે પોતાના શહેરથી ભાડા ઉપર ગાડી કરીને પણ જઈ શકો છો.

ક્યાં રહેવું

નૈનીતાલ ખૂબ જ પ્રખ્યાત જગ્યા છે. તમને ત્યાં સરળતાથી હોટેલ મળી જશે. હોટલ ની જગ્યાએ તમે ધર્મશાળામાં પણ રોકાઈ શકો છો. આ મંદિર ઉપરાંત તમે રાજ ભવન, કેવ ગાર્ડન, ચિડિયાઘર, ભીમતાલ, ભૂવાલી, ગોળાખાર  રામગઢ, રાનીખેત જેવા અનેક દર્શન સ્થાને જઈ શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here