આ બાળકીની હેન્ડરાઇટિંગ જોઈને કમ્પ્યુટરને પણ શરમ આવી જાય

0
15220

કહેવામાં આવે છે કે માણસની હેન્ડરાઇટિંગ તેના ચરિત્ર નું પ્રમાણપત્ર હોય છે. દરેક વ્યક્તિ એવું ઇચ્છે છે કે તેની હેન્ડરાઇટિંગ દુનિયામાં સર્વશ્રેષ્ઠ હોય, પરંતુ ખૂબ જ ઓછા લોકો એવા હોય છે જેમને હેન્ડરાઇટિંગ વાસ્તવમાં એકદમ પરફેક્ટ હોય છે. માણસ ગમે તેટલી કોશિશ કરી લે પરંતુ ક્યારેય પણ એવું નથી લખી શકતો જેને જોઇને એવું લાગે કે હેન્ડરાઇટિંગ તો બિલકુલ કોમ્પ્યુટર માંથી કાઢવામાં આવેલી કોપી જેવી દેખાતી હોય.

હિન્દીમાં એવી કહેવત છે કે “કૌન કહેતા હૈ કે આસમાન મેં છેદ નહી હોતા, એક પથ્થર તો તબિયત સે ઉછાલો યારો.” બસ આ કહેવતને જ ચરિતાર્થ કર્યો છે નેપાળમાં રહેવાવાળી પ્રકૃતિ મલ્લાએ. આ છોકરીની હેન્ડરાઇટિંગ જોઈને એવું જ લાગે છે કે જાણે તેણે પોતાના હાથ વડે ના લખ્યું હોય અને કોઈ કોમ્પ્યુટરમાંથી તેનું પ્રિન્ટ આઉટ કાઢવામાં આવ્યુ હોય.

પ્રકૃતિ અત્યારે દસમા ધોરણની વિદ્યાર્થી છે. તે નેપાળના એક સૈનિક આવસીય મહાવિદ્યાલયમાં અભ્યાસ કરે છે. તેની હેન્ડરાઇટિંગ જોઈને કોઈપણ ને પરસેવો આવી જાય છે. પોતાની આ ખૂબ જ સુંદર ડાયટિંગ માટે પ્રકૃતિને નેપાળની સરકાર અને સેના તરફથી પુરસ્કૃત પણ કરવામાં આવેલ છે. આ તસવીરમાં તમે જોઇ શકો છો કે આ બાળકીની હેન્ડરાઇટિંગ ખૂબ જ સુંદર છે.

સારી હેન્ડરાઇટિંગ હોવાના ઘણા ફાયદા છે. જો તમારી હેન્ડરાઇટિંગ સારી છે તો તમારી ઇમ્પ્રેશન સામેવાળા વ્યક્તિ પર ખૂબ જ સારી પડશે. શિક્ષક પણ કહે છે કે સારી હેન્ડરાઇટિંગ વાળા સ્ટુડન્ટને પરીક્ષામાં સારા માર્ક્સ મળે છે.

આટલી નાની ઉંમરમાં આ બાળકીની આટલી સારી હેન્ડરાઇટિંગ કોઈ ચમત્કાર જેવી લાગે છે પરંતુ આ સુંદર હેન્ડરાઇટિંગ આ બાળકીએ ખૂબ જ મહેનત કરીને પ્રાપ્ત કરી છે. પ્રકૃતિએ આકરી મહેનત કરીને પોતાની હેન્ડરાઇટિંગ મેં આટલી સુંદર બનાવેલ છે. પ્રકૃતિના સંબંધીઓ અને મિત્રોનું કહેવું છે કે તે દરરોજ બે કલાક હેન્ડરાઇટિંગ ની પ્રેક્ટિસ કરતી હતી, જેના લીધે તેની હેન્ડરાઇટિંગ આટલી સુંદર બની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here