આ બાળકને માનવામાં આવે છે ભગવાન ગણેશનું સ્વરૂપ અને તેણે આપેલું વરદાન થાય છે સાચું

0
552

જલંધરમાં એક આઠ વર્ષના બાળકને લોકો ભગવાનના રૂપમાં પૂજે છે. ન ફક્ત ગામના લોકો પરંતુ સ્કૂલના શિક્ષક પણ તેને ભગવાન ગણેશનો અવતાર માને છે અને તેની સામે મસ્તક નમાવે છે.

પંજાબના જલંધર મજૂરી કરતા કમલેશ નો આઠ વર્ષનો દીકરો પ્રાંશુ લોકોની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. પરંતુ આકર્ષણ કોઈ અલગ પ્રકારનો જ નથી પરંતુ ભક્તિ ભાવ વાળું છે. એટલે કે ગામના લોકો તથા આસપાસના વિસ્તારના તમામ લોકો પ્રાંશુને પગે લાગીને તેમના આશીર્વાદ લે છે.

હકીકતમાં એક જન્મજાત બીમારીને કારણે માથું ખૂબ જ મોટું છે અને આંખો નાની રહી ગઈ છે. જણાવવામાં આવે છે કે ગર્ભમાં તેનો ઉચિત રીતે વિકાસ ન થયો હોવાને કારણે આવું બનેલ છે. આ તકલીફને કારણે પ્રાંશુ પોતાના પગે ચાલી પણ શકતો નથી.

પરંતુ જન્મ થયા બાદ જ્યારે લોકો તેનો ચહેરો જોઈને તેની તુલના હિન્દુઓના દેવતા ભગવાન ગણેશ સાથે કરવા લાગ્યા. જોતજોતામાં તો આ વાત ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ અને લોકો પ્રાંશુની પૂજા કરવા લાગ્યા. પ્રાંશુના પરિવાર ના લોકો પણ તેને ભગવાનને વેશભૂષામાં તૈયાર કરી દે છે.

હવે પરિસ્થિતિ એવી છે કે લોકો નિયમિત રૂપે પ્રાંશુની પૂજા કર્યા બાદ તેના પગે લાગે છે અને તેના આશીર્વાદ પણ લે છે. કહેવામાં આવે છે કે હકીકતમાં પ્રાંશુ ગણેશજીનો જ અવતાર છે કેમકે તેણે જેને પણ આશીર્વાદ આપ્યા છે તેમની કિસ્મત ચમકી ગઈ છે. પ્રાંશું એ ભગવાન માનવા વાળા લોકો ફક્ત ગામના લોકો જ નથી પરંતુ તેના માતા-પિતા, સ્કૂલના શિક્ષક અને તેના મિત્રો પણ તેમાં સામેલ છે.

એક અંગ્રેજી વેબસાઈટ સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, હું ગણેશજીની જેવું જ દેખાવ છું અને અહીંયાના લોકો મારું સાચું નામ પણ નથી જાણતા. મારી સ્કૂલમાં પણ મારા શિક્ષક મારી પૂજા કરે છે. મારા મિત્રો પણ મને જીવતા નથી કારણ કે તેઓ પણ માને છે કે હું ભગવાન ગણેશનો અવતાર છું. જ્યારે પણ લોકો મને ગણેશજી કહીને બોલાવે છે ત્યારે મને ખૂબ જ સારું લાગે છે અને મને ખુશી થાય છે. હું પણ આવી રીતે જ બની રહેવા માગું છું અને હું મારા મોટા માથા અને આ ચહેરા સાથે જ ખુશ છું.

વળી પ્રાંશુ ના પિતા કમલેશ પણ કહે છે કે, હું પણ અન્ય લોકોની જેમ જ પ્રાણીઓ ની પૂજા કરું છું. તેનું શરીર ભગવાન ગણેશજી જેવું છે અને તે બધાને આશીર્વાદ આપે છે. જે કોઈ લોકો પણ પ્રાંશું ને મળે છે તેની બધી જ ઇચ્છાઓ પૂરી થઈ જાય છે.

તે દરરોજ સ્કૂલે જાય છે અને જે કોઈ લોકો તેને જોવે છે તેઓ ફૂલોથી તેનું સ્વાગત કરે છે. તેના જન્મથી જ તેનો ચહેરો ભગવાન ગણેશ સાથે મળતો આવે છે. તેની આંખો પણ ભગવાન ગણેશ જેવી જ દેખાય છે. જન્મ સમયે તેનું માથું મોટું હતું અને હવે સમય જતાં તેનું માથું વધારે મોટું થતું જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here