આ અકસીર આયુર્વેદિક દવાથી ડાયાબીટીસનો હંમેશ માટે થઈ જશે ખાતમો

1
3168

ગુજરાતમાં ઓછાં વરસાદને કારણે નાની મોટી ગૌશાળાઓ પર ઉભો થયો છે ખતરો. આવી સ્થિતિમાં ગુજરાતમાં આવેલી પાટણની નાની એવી ગૌશાળા આયુર્વેદિક ડાયાબીટીસ દવાનું કરે છે વિતરણ.

ગૌશાળા મારફત આપવામાં આવતો  આયુર્વેદિક ઉકાળો કઇ રીતે લેવો એની આ રહી ટિપ્સ. સંસ્થાપકનાં શબ્દોમાં. “આ દવા આપણી અનુકુળતા મુજબ લેવાની પણ એક એક ચમચી સવાર  બપોર અને સાંજે પાણી સાથે લેવાની અને કદાચ તમો ગ્લાસમાં પાણી નાખી અંદર એક ચમચી પાવડરને પાણીમાં નાખી હલાવી ને પી શકો છો.આ પાવડર કદાચ તમોને કડવો લાગશે પણ પી લેવાનો.”

સવારે નરણાકોઠે એટલે કે દાતણ કયૉ પહેલા વાસી મોઢે લો તો વધારે સારૂ નહિં તો ચા પાણી પહેલાં લેવાની બપોરે જમ્યા પહેલાં અને પછી પણ લઈ શકાય છે તેમજ સાંજે  પણ એ રીતેજ લઈ શકાય છે.અથવા અનુકુળતા મુજબ એટલે કે સવાર/સાજ બે ટાઈમ પણ લઈ શકાય છે કદાચ  ઝાડો પાતળો  થાય તો ચિંતા નહીં કરવાની કારણ કે આમાં સુગર  ઘણા બધાં  કારણોથી થતા હોય છે.એટલે કફ  પણ નિકળી જાય છે કદાચ ઝાડા પાતળો ના પણ થાય. તો કોઈ ચિંતા કરવી નહીં. ‘

આ રીતે આયુર્વેદિક દવા સંસ્થા દ્વારા બનાવીને જરુરીયાતમંદ લોકોને વિનામૂલ્યે સપ્લાય કરવામાં આવે છે. મહત્ત્વની વાત એ છે કે, આ ગૌશાળા મારફતે પોતાનાં ખર્ચે આંગડિયા દ્વારા મોકલવામાં આવે છે. આ રીતે ” જનસેવા એજ પ્રભુસેવા” નાં સુત્ર મુજબ સંસ્થા ઉકાળાનું વિતરણ કરી રહી છે.

સંસ્થાનાં સંસ્થાપક પત્રકારશ્રી ખોડીદાસભાઇ સુથારે જણાવ્યું હતું કે, ગૌશાળાનો નિભાવ ખર્ચ ખુબજ વધારે આવે છે. હાલમાં આ બાજું વરસાદ ખૂબ ઓછો પડવાને કારણે ગૌધન પર ખતરો ઉભો થયો છે. ગાયોને આવાં સંજોગોમાં કઇ રીતે બચાવવી એ સમસ્યા ઉભી થઈ છે. આ સંસ્થાને દાન કોઈ પણ વ્યક્તિ કે ખાનગી સંસ્થા આપી શકે છે. જેથી ગાયોને બચાવી શકાય. ટ્રસ્ટ સંચાલિત ગૌશાળા રજીસ્ટર્ડ થયેલી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘સંસ્થાનો કોઈ પણ વ્યક્તિ હિસાબ જોઇ શકે છે. કોઇપણ સમયે ચોવીસે કલાક હિસાબ કોઈ પણ વ્યક્તિ માંગી શકે છે.’ હાલનાં સંજોગોમાં ઓછાં વરસાદને કારણે રાજ્ય સરકાર તમામ ગૌશાળાને આર્થિક મદદ કરી શકે એવી સ્થિતિ નથી. જેથી આ ગૌશાળાને આર્થિક સહાય કરવાં ટહેલ નાખવાની જરુરીયાત ઉભી થઈ છે.

ગુજરાતમાં ઘણી બધી જૈન સંસ્થાઓ અને ગૌપ્રેમી લોકો ગૌચર બચાવવાં માટે હંમેશા તત્પર હોય છે ત્યારે આ ગૌશાળાને આર્થિક મદદ કરી છૂટવાની ખોડીદાસભાઇ સુથારે હાર્દિક અપીલ કરી હતી.

લેખન : મહેન્દ્ર સંઘાણી (સુરત)
કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

1 COMMENT

  1. શ્રી જશોદા ગૌસેવા સમિતિ તરફથી આયુર્વેદીક મધુનાશીની (ડાયાબિટીસ) પાવડર વિના મુલ્યે વિતરણ સેવા જન સેવા એજ પ્રભુ સેવા.હોમડીલીવરી સહાયદાતાઓ આવકાર્ય છે.સંપર્ક:વોટ્સએપ:-મો.નં.9712514816/મો.નં.9638915304 ઉપર સંપર્ક કરવા નમ્ર વિનંતી છે.સંસ્થા ને આપેલ દાન સેકશન 80 G હેઠળ (5) હેઠળ કરમુકત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here