આ ૭ ઉપાયોથી તમારા મોબાઇલને રાખો સુરક્ષિત, કોઈ નહીં કરી શકે તમારી સાથે છેતરપિંડી

0
764

ફોન આપણા જીવનનો એક જરૂરી ભાગ છે. ભલે બેક ડીટેલ હોય કે ફોટા આપણા ફોનમાં બધું સેવ રહેતું હોય છે. અને તેવામાં તેની સિક્યુરિટીને લઈને પણ ટેન્શન રહેતું હોય છે. ફોનમાં આપણે એટલી ચીજવસ્તુઓ હોય છે કે આપણો ફોન ખોવાઈ જાય કે કોઈના હાથમાં આવી જાય તો શું કરવું?

ઘણીવાર તો ફોન આપણી જોડે હોવા છતાં પણ હેક થઈ જાય છે. તો આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? આજે તમને એવી સિક્યોર રીત વિશે જણાવીશું કે તેનાથી તમારો એન્ડ્રોઇડ ફોન સલામત રાખી શકો છો.

હોમ સ્ક્રીન લોક કરીને રાખવી

હંમેશા પોતાની હોમ સ્ક્રીન ને પાસવર્ડ લોક કરીને રાખો. તેવામાં જો કોઈ જાણકારી વાળા માણસ જોડે તમારો ફોન જશે તો તમારા ડેટા નો ખોટો ઉપયોગ નહીં થાય. માન્યું કે આજકાલ એક્સપર્ટ આવી સિક્યુરિટી પણ તોડી નાખે છે.

સુરક્ષિત નેટ સર્ફિંગ કરવું

તમે તમારા ફોનથી દરેક બિલ પે કરો છો કે બીજો કોઈ કામ કરો છો તો તેનાથી પોપ અપ જેવી ચીજવસ્તુઓ ખુલે છે જેનાથી હેકર તમામ કામ કરી શકે છે તેથી ખોટી લીંક ઉપર કોઈ દિવસ ક્લિક કરવું નહીં.

સુરક્ષિત વાઇફાઇ કનેક્શન ઉપયોગ કરવું

પબ્લિક વાઇફાઇ કનેક્શન ઉપયોગ ના કરવો. તેના બદલામાં પોતાના ડેટા નો ઉપયોગ કરવો. તેઓ પણ બને છે કે ફ્રી નું વાઇફાઇ યુઝ કરવાથી તમારો ફોન હેક થઈ શકે છે.

પોતાના મોબાઇલ ફોન નેટવર્ક ને સુરક્ષિત રાખવું

Hotspot જેવા ફંક્શન પર પાસવર્ડ રાખવો આ તમારા ફોન ને સુરક્ષિત રાખે છે. નહીંતો ફોનનો ફિઝિકલ મેપ થી જાણકારી લઈને હેકર તમારો ફોન યુઝ કરી શકે છે.

Wifi ની જગ્યાએ VPN કનેક્શન નો ઉપયોગ કરવો

આનાથી તમને ખૂબ જ સારું ઇન્ટરનેટ મળશે અને જે તમારા ફોનની સુરક્ષિત રાખશે.

ફોનનુ બેકઅપ લેવું

દરેક થોડા સમયે તમે તમારા ફોનનો બેકઅપ લેવું. જેનાથી તમારા ફોનમાં કોઈ પણ સમસ્યા થશે તો તમે તમારો ડેટા પાછો મેળવી શકો છો.

પોતાના ફોનનો IMEI નંબર સેવ કરીને રાખો

ફોન ખોવાઈ જાય એવી પરિસ્થિતિમાં તેના આઇ.એમ. ઈ આઇ નંબર થી જ તેને ટ્રેક કરી શકાય છે. તેને કોઈ જગ્યાએ લખીને રાખવો સીમ બદલા પછી પણ તે 16 ડીઝીટ વાળા નંબરથી ફોનને ટ્રેક કરી શકાશે. આ જાણવા માટે તમારા ફોનથી *#06# ડાયલ કરવું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here