આ ૫ ભૂલો ક્યારેય ન કરવી નહિતર ઘરમાં વધશે ગરીબી

0
3474

ઘર બનાવવામાં અને ઘર બની ગયા બાદ તેમાં રહેલી નાની નાની ભૂલોને કારણે વસ્તુ દોષની સમસ્યા ઊભી થાય છે. વસ્તુમાં રહેલી ભૂલો ધ્યાનમાં ન હોવાથી અને ધ્યાનમાં આવ્યા પછી પણ તેના પર ધ્યાન ના આપવાથી ધન, સંબંધો, માનસિકતા વગેરે બાબતોમાં વધરો થઈ શકે છે. ઘરમાં થઈ રહેલી પૈસાની તંગી અને ગરીબીનું મુખ્ય કારણ વાસ્તુદોષ છે. વસ્તુદોષના થોડા કારણો અને તેના નિરાકરણ તમને જણાવીએ છીએ.

ઉપયોગમાં ન હોય ત્યારે બાથરૂમનો દરવાજો બંધ રાખવો:

બાથરૂમનો દરવાજો ખુલ્લો રહેતો હોય તો એ ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. ઘરમાં જ્યારે બાથરૂમનો ઉપયોગ ન હોય ત્યારે તેનો દરવાજો બંધ રાખો. તે ઉપરાંત બાથરૂમને હમેશા એકદમ સાફ રાખો કારણ કે ગંદા બાથરૂમ ને લીધે પણ વસ્તુ દોષ નડે છે અને દરેક કામમાં અડચણ નું કારણ બને છે.

અરિસાને ખોટી જગ્યાએ રાખવો :

પતિ-પત્ની વચ્ચે જો તણાવ રહેતો હોય તો તેનું કારણ પણ વાસ્તુદોષ છે. રૂમમાં પલંગની એકદમ સામે જો અરીસો રાખવામા આવ્યો હોય તો તે દાંપત્યજીવન માં તણાવનું કારણ બને છે. જે જગ્યાએ પલંગની સામે અરીસો હોય તો તેના નિવારણ માટે રાતે સૂતા પહેલા અરિસાને કપડાથી ઢાંકી દેવો જોઈએ.

કચરાપેટી ને ખુલ્લી ન રાખવી :

ઘરમાં રાખવામા આવેલી કચરાપેટી તથા સાવરણીને ખુલ્લામાં ન રાખવા જોઈએ. આવું કરવાથી ઘરમાં આવતી પોજિટિવ ઉર્જા નષ્ટ પામે છે. અને આવું થવાથી દરેક કાર્યમાં સમસ્યા ઉદભવે છે.

તિજોરીને ખાલી ન રાખવી :

ઘર, ઓફિસ કે દુકાન માં રહેલી તિજોરીને ક્યારેય પણ ખાલી ન રાખવી જોઈએ, તેમાં થોડા ઘણા પૈસા અથવા તો સોનું-ચાંદી રાખવું જોઈએ. તિજોરી ખાલી રહેવાથી ઘર અને ઓફિસમાં બરકત રહેતી નથી.

ઘરમાં બીમ ની નીચે ના સૂવું :

ઘરમાં પલંગને બીમની નીચે ના રાખવો જોઈએ. જો વ્યક્તિનો પલંગ બીમની નીચે આવતો હોય અને વ્યક્તિ તેમાં સૂતો હોય તો તે વ્યક્તિ માનસિક માનસિક તાણનો શિકાર બને છે. આ પ્રકારના વાસ્તુદોષમા વ્યક્તિ પલંગ પર આરામ કરવા છતાં પણ થાક્નો અનુભવ કરે છે.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here