આ ૪ કારણોને લીધે મહિલાઓને સ્મશાન ઘાટમાં જવા દેવામાં નથી આવતી

0
2483

પ્રાચીન હિન્દુ શાસ્ત્રમાં મહિલાઓને ખૂબ જ સ્વતંત્રતા આપવામાં આવેલી છે. આ ગ્રંથોમાં કોઈપણ જગ્યાએ લખવામાં આવેલ કે મહિલાઓને સ્મશાન જવું ના જોઈએ અથવા તો મૃતક પરિવારજનનું અંતિમ સંસ્કાર ના કરવું જોઈએ. છતાં પણ અમુક કારણોસર મહિલાઓને અંતિમ સંસ્કારના સમયે સ્મશાનમાં જવાથી રોકવામાં આવે છે. જાણો એ ક્યાં કારણો છે જેના લીધે મહિલાઓને સ્મશાન નથી જવા દેવામાં આવતી.

સ્ત્રીઓના કોમળ હ્રદયની હોય છે. કોઈપણ નાની આવી વાતમાં પણ ડરી જાય છે. અંતિમ સંસ્કાર કરતાં સમયે મૃત શરીરમાંથી ઘણી વખત અકડાઈ જવાના કારણે બળતી વખતે અવાજ આવતા હોય છે જેનાથી તેઓ ડરી જાય છે. આ ઉપરાંત મૃત શરીરને બાળવાની ક્રિયાથી પર સ્ત્રી ડરી જાય એ કારણથી તેમણે સ્મશાનમાં જવા દેવામાં નથી આવતી.

સ્મશાનમાં મૃતકનો અંતિમ સંસ્કાર કરતાં સમયે શોકનો માહોલ હોય છે. એ સમયે ત્યાં પરિવારના લોકો રોકકળ કરતાં હોય છે અને એ હ્રદયદ્રાવક દ્રશ્યો હોય છે જેનું કોઈ સ્ત્રીના માનસ પર ખરાબ અસર પડે છે. એટલા માટે સ્ત્રીઓને સ્મશાનમાં જવાની મનાઈ ફરમાવવામાં આવે છે.

કેટલીક માન્યતાઓને માનીએ તો સ્મશાનમાં ઘણી અતૃપ્ત આત્માઓ ફરતી હોય છે. આત્માઓ જીવિત વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરવાનો અવસર શોધતી હોય છે. તેમના માટે સ્ત્રીઓ સરળ શિકાર બની જાય છે. આ વાતોથી પણ બચાવવા માટે મહિલાઓને સ્મશાનમાં જવા નથી દેવામાં આવતી.

એવિ પણ માન્યતા છે કે ઘરમાં મરણ થવાથી ઘર અશુધ્ધ થઈ જાય છે. એટલા માટે જ્યારે મૃતકના શરીરને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવે છે ત્યારે સ્ત્રીઓની જવાબદારી હોય છે કે એ ઘરની સારસંભાળ કરીને ઘરને ધાર્મિક સ્વચ્છતા કરે. જો સ્ત્રીઓ સ્મશાન જાય તો આ પ્રક્રિયા નથી થઈ શકતી.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here