આ ૩ વસ્તુ સપનામાં દેખાય તો કોઈને જણાવતા નહીં

0
3686

દરેક વ્યક્તિને સારા તથા ખરાબ સપના આવતા હોય છે, પણ ઘણા સપના એવા પણ હોય છે જે તમારા ભવિષ્ય અથવા ભૂતકાળ નો ઈશારો કરતાં હોય છે. ક્યારેક ભવિષ્યમાં થનાર કઈક સારી અથવા ખરાબ ઘટના વિશે સપના દ્વારા આપણને પહેલાથી સંકેત મળી જાય છે. પણ શું આપણને ખ્યાલ હોય છે કે સપના દ્વારા આપણને શું સંકેત મળ્યો છે? આપણને સપનામાં આવેલ ચીજો આપણને સુ સંકેત આપી રહી છે? તો ચાલો અમે તમને જણાવીએ છીએ આવા જ સપનાઓ વિશે.

અમે તમને જે સપનાઑ વિશે જણાવવા જઈ રહ્યા છીએ એ સપનાઓનો ઉલ્લેખ કોઈ વ્યક્તિ સાથે ના કરવો. જો અમે આવા સપનાઓ જુવો તો એ સપના વિશે તમારા પાર્ટનર, સગા-સંબંધી કે પછી કોઈ મિત્ર ને જણાવશો નહીં. અહી બતાવવામાં આવેલી ૩ વસ્તુ સપનામાં આવે તો કોઈને પણ જણાવવું નહીં.

સપનામાં સાંપ દેખાય : જો આપણને સપનામાં સાંપ દેખાય તો એ જ્યોતિષ મુજબ ખૂબ જ શુભ સંકેત છે. જો તમે સપનામાં સાપ જુઓ તો એ કોઈને જણાવશો નહીં. કેમ કે આ સપનાને ખૂબ જ સારું ગણવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ સપનામાં સાંપ જોવાનો અર્થ ભવિષ્યમાં તમને માન-સન્માન મળવાનું છે એવો થાય છે. જો તમે આ સપના વિશે કોઈ જણાવશો તો એનો લાભ અને પ્રભાવ ઓછો થઈ જાય છે.

નદી કિનારે બેસેલ દેખાવું : તમે સપનામાં નદી કિનારે બેઠેલા છો એવું દેખાય તો પણ કોઈ વ્યક્તિને તમારા આ સપના વિશે જણાવવું નહીં. આ ઉપરાંત તમે પોતાને નદીના પાણીમાં તરતા જુવો કે જંગલમાં ભટકતા જુવો તો પણ કોઈને જણાવશો નહીં. કારણ કે આ પ્રકારના સપના ભવિષ્યમાં સારા સામનો સંકેત આપે છે. આ પ્રકારના સપનાનો પણ ઉલ્લેખ પણ કોઈને કરવો જોઇયે નહીં, કારણ કે આવું કરવાથી તેનો પ્રભાવ ઓછો થઈ જાય છે.

સપનામાં મૃત્યુ જોવું : જો તમને પોતાને કે બીજા કોઈ વ્યક્તિને સપનામાં મૃત્યુ પામતા જુવો તો ગભરાવવાની જરૂર નથી કારણ કે આ કોઈ ખરાબ સંકેત નથી પરંતુ આ શુભ સંકેત છે. પરંતુ ગભરાઈને લોકો આવું સપનું કોઈને પણ જણાવી દેતા હોય છે. આ પ્રકારનું સપનું પણ કોઈને જણાવવું નહીં કેમ કે આ સપનાનો અર્થ છે કે તમને દરેક સમસ્યા માથી મુક્તિ અથવા રાહત મળવાની છે. આ પ્રકારના સપનાને કોઈ વ્યક્તિને જણાવવાથી તેનો પ્રભાવ ઓછો થઈ જાય છે.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here