૮ વર્ષનો આ છોકરો દર મહિને કમાય છે લાખો રૂપિયા, જાણો કેવી રીતે કમાય છે આટલા રૂપિયા

0
750

તમે ઘણા યુવાનોને સફળતાની ઊંચાઈઓ પર પહોચતા જોયા હશે પરંતુ આજે અમે તમને એક એવા શખ્સ વિશે જણાવવા જય રહ્યા છીએ જે નાની ઉંમર માં પ્રખ્યાત તો થઈ ગયો પરંતુ સારા એવા પૈસા પણ કમાઈ લે છે. અમે વાત કરી રહ્યા છીએ કોચીમાં રહેતા લિટલ શેફ નિહાલ રાજ ની, જે યૂટ્યૂબ પર પોતાના વિડિયો અપલોડ કરીને લાખો રૂપિયા કમાઈ છે. તે ફક્ત ચાર વર્ષની ઉંમરથી રેસીપીના વિડિયો અપલોડ કરી રહ્યો છે.

પોતાના ખાવાનું બનાવવાના શોખને તેને પોતાની આવકનો સ્ત્રોત બનાવી લીધો છે અને તેના દ્વારા તે લાખો રૂપિયા કમાઈ રહ્યો છે. પૈસા સિવાય તેને સમગ્ર દુનિયા પણ પોતાની એક અલગ જ છાપ છોડી છે અને સારું એવું નામ પણ કમાઈ ચૂક્યો છે. નિહાલના આ લાખો રૂપિયા કમાવવા પાછળ તેના પિતાનો હાથ છે. એક દિવસ નિહાલ તેના મમ્મીને કિચનમાં મદદ કરી રહ્યો હતો તેનો વિડિયો બનાવીને તેને ફેસબુક પર પોસ્ટ કરી દીધો. લોકોએ જ્યારે આ વિડિયોને ખૂબ અવકાર્યો અને તેના ખૂબ વખાણ કર્યા ત્યારે નિહાલના પિતાએ યૂટ્યૂબ ચેનલ બનાવવાનો નિર્ણય કર્યો જેના પર નિહાલની વિડિયો અપલોડ કરવા લાગ્યા. નિહાલ રાજ ની જાન્યુઆરી ૨૦૧૫ માં યૂટ્યૂબ ચેનલ લોંચ કરવામાં આવી.

મીડિયા રિપોર્ટ અનુસાર નિહાલ યૂટ્યૂબ સિવાય ફેસબુક પરથી પણ પૈસા કમાય છે. પાછલા વર્ષે ફેસબુક તેની સાથે કરાર કર્યા હતા અને એ કરાર પ્રમાણે ૨૦૦૦ ડોલર એટલે કે લગભગ ૧ લાખ ૫૦ હજાર રૂપિયા દેવાની વાત થઈ હતી. જે ઉંમરમાં બાળકો રમત ગમતમાં રહે છે, તે ઉંમરમાં નિહાલ આ સ્તરે પહોચી ચૂક્યો છે.

તમને જણાવી દઈએ કે તે પોતાની યૂટ્યૂબ ચેનલ પર રેકીપીના અલગ અલગ વિડિયો પોસ્ટ કરે છે સાથે સાથે એ રેસીપી પણ પોતે જ બનાવે છે. તેના વિડિયોને ઘણા લોકો શેયર કરે છે અને તે યૂટ્યૂબ ચેનલ પર વ્યૂ પણ ખૂબ જ વધારે હોય છે, તેના વિડિયોને હજારો વખત જોવામાં આવે છે.

તેને દુનિયાભરના મીડિયામાં ત્યારે જગ્યા મળી જ્યારે મશહૂર ટીવી હોસ્ટ ડીજેનેરસ એ તેને આમંત્રણ આપ્યું હતું. નિહાલ આ શો માં ભાગ લેવા વાળો પહેલો ભારતીય છે. આ શોમાં નિહાળે કેરલનું પ્રખ્યાત બ્રેકફાસ્ટ પુટ્ટ તૈયાર કર્યું હતું, ત્યારબાદ તેને લોકો પુટ્ટ-ફુત્તિ નામ થી બોલાવવા લાગ્યા.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here