૧૯૬૨ ના યુદ્ધમાં વીરગતિ પ્રાપ્ત થયેલા જશવંતસિંહ સાથે જોડાયેલી વાતોથી બહુ ઓછા લોકો પરિચિત છે. તેમણે એકલા હાથે 72 કલાક સુધી ચીની સૈનિકો નો મુકાબલો કર્યો હતો તથા વિભિન્ન ચોકીઓ પર થી દુશ્મનો ઉપર સતત હુમલો કરતા રહ્યા હતા. તેમણે એકલા હાથે ત્રણસો ચીની સૈનિકોને મારી નાખ્યા હતા. તેમની સાથે જોડાયેલી આ વાતો ૧૭ નવેમ્બર 1962ની છે જ્યારે ચીની સેના તવાંગ થી આગળ વધીને નુરનાંગ સુધી પહોંચી ગઈ હતી.
જશવંતસિંહ લોખંડની ચાદરો માંથી બનાવવામાં આવેલા જે રૂમમાં રહેતા હતા ત્યાં જ તેમનો સ્મારક રાખવામાં આવેલ છે. ગુવાહાટીથી જતા રસ્તા પર લગભગ 12,000 ફૂટની ઉંચાઇ પર બનેલ જશવંત યુદ્ધ સ્મારક ભારત અને ચીનની વચ્ચે ૧૯૬૨ ના યુદ્ધમાં શહીદ થયેલ મહાવીર ચક્ર વિજેતા શૌર્યગાથા અને બલિદાનની ગાથા દર્શાવે છે.
જ્યારે ચીની સૈનિકોએ જોયું કે ત્રણ દિવસ સુધી તેમના નાકમાં દમ કરી રાખેલ ત્યારે ચીની સૈનિકોએ ગુસ્સે થઈને જશવંતસિંહને બંધક બનાવી લીધેલા અને જ્યારે કંઈ પણ ન મળ્યું તો ટેલીફોન નથી તેઓને ફાંસી પર લટકાવી દેવામાં આવ્યા હતા અને તેમનું માથું કાપી ને સાથે લઈ ગયા હતા.
જશવંત સિંહના મૃત્યુ બાદ પણ તેમના નામની આગળ શહીદ તથા સ્વર્ગીય લગાડવામાં આવતું નથી. આવુ એટલા માટે કરવામાં આવે છે કે સેનાનો આ બહાદુર જવાન આજે પણ પોતાની ડ્યુટી કરે છે. એવું કહેવામાં આવે છે કે અરુણાચલ પ્રદેશ ના જિલ્લામાં જે વિસ્તારમાં જશવંતસિંહ યુદ્ધ લડ્યા હતા આજે પણ તે જગ્યાએ તેઓ ડ્યુટી કરે છે. તથા ભૂત પ્રેત મા વિશ્વાસ ન રાખવા વાળી સેના અને સરકાર પણ તેમની આ હાજરીને માને છે. દરરોજ તેમના બુટ ને પોલીસ કરવામાં આવે છે પરંતુ જ્યારે રાત્રે આ બુટ ને જોવામાં આવે છે તો એવું લાગે છે કે જાણે આ બુટ ને પહેરીને કોઈ ક્યાંક ગયુ હોય.
સવારના સમયે સુરજના પહેલા કિરણ સાથે જ તેમને બેડ ટી દેવામાં આવે છે. નવ વાગ્યે નાસ્તો અને પછી રાતનું જમવાનું પણ આપવામાં આવે છે. દરરોજ તેમના યુનિફોર્મ ને ઈસ્ત્રી પણ કરવામાં આવે છે. આ જગ્યા પર તેમનું મંદિર પણ બનાવવામાં આવેલ છે જ્યાં તેમની દરરોજ પૂજા અર્ચના કરવામાં આવે છે. તેમની બહાદુરી માટે તેમને મરણોપરાંત મહાવીર ચક્રથી સન્માનિત કરવામાં આવેલ છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર પોસ્ટ પર જ્યારે ફરજ બજાવી રહેલ કોઈ સૈનિકને રાત્રિના સમયે ઝોકું આવી જાય ત્યારે તેઓ તેમને થપ્પડ મારીને કહે છે કે, “જાગતા રહો, સીમાઓની સુરક્ષા તમારા હાથમાં છે”. ફક્ત એટલું જ નહીં પરંતુ એવું પણ કહેવામાં આવે છે કે એ રસ્તા પર પસાર થતો કોઈપણ વ્યક્તિ તેમના શહીદ થયેલા સ્થળ પર નમન કર્યા વગર આગળ વધે છે તો તેને કોઈને કોઈ નુકસાન જરૂર થાય છે.
જશવંતસિંહ ભારતીય સેના ના એકલા એવા સૈનિક છે જેઓને તેમના મૃત્યુ બાદ પણ પ્રમોશન મળે છે. પહેલા નાયક પછી કેપ્ટન અને હવે મેજર જનરલ ના પદ સુધી પહોંચી ચૂક્યા છે. તેમના પરિવારજનો જ્યારે જરૂર હોય ત્યારે તેમના તરફથી રજા માટેની દરખાસ્ત આપે છે. જ્યારે રજા મંજૂર થઈ જાય છે ત્યારે સેનાના જવાનો તેમના ચિત્રને પૂરા સન્માન સાથે ઉત્તરાખંડના તેમના ગામમાં લઈ જાય છે અને જ્યારે તેમની રજાઓ સમાપ્ત થઇ જાય છે ત્યારે તેમના ચિત્ર અને સન્માન સાથે ફરી તેમના મૂળ સ્થાન પર લઈ જવામાં આવે છે.
અમારી પોસ્ટ સૌથી પહેલા વાંચવા માટે ફેસબુકમાં બતાવેલ સ્ટેપ્સ પ્રમાણે સૌપ્રથમ Visit Group ની બાજુના ત્રણ પર ક્લિક કરો, ત્યારબાદ Following પર ક્લીક કરો અને પછી See First પર ક્લિક કરો. શાયરી તથા સુવિચાર વાંચવા માટે ફેસબુક માં અમારા પેજ નિ:શબ્દ પ્રેમ તથા પ્રેમનો પાસવર્ડ જરૂરથી લાઇક કરી લેજો.
તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.
(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક
કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.