૫૧ શક્તિપીઠોમાં સૌથી મહત્વનુ સ્થાન ધરાવતા ગબ્બર પર્વત પર બિરાજમાન અંબાજી માતાજીનાં મંદિરનો ઇતિહાસ

0
1556

મિત્રો આજના આર્ટિકલમાં ૫૧ શક્તિપીઠોમાં થી અંબાજી માતાના શક્તિપીઠ વીશે વિશે વાત કરીશું. અંબાજી માતા નું પ્રસિદ્ધ મંદિર બનાસકાંઠા ના દાંતા તાલુકામાં આવેલું છે. અરવલ્લી ની સુંદર ગિરિમાળાઓ ની વચ્ચે વિરાજ એ જગત જનની મા અંબા ૫૧ શક્તિપીઠોમાં આગવું સ્થાન ધરાવે છે. માં અંબા ૧૦૩ ફૂટની ઊંચાઈ ધરાવતો અંબાજીમંદિર 358 સુવર્ણ કળશ થી શોભે છે. કુલ ૩૫૮ સુવર્ણ સુવર્ણકળશ થી શોભે છે.

અહીં ભક્તોને માં અંબાના મૂર્તિ સ્વરૂપે નહીં પરંતુ જેમ તરીકે દર્શન થાય છે. આ યંત્રની એવું શણગારવામાં આવે છે કે દર્શનાર્થીઓને લાગે કે તે માતાજીની મૂર્તિ જ છે. પૌરાણિક માન્યતાઓને અનુસાર આ મંદિર સોનાથી બનેલું છે. આ યંત્રની ફરતી વસ્ત્રો અને આભૂષણો ગોઠવવામાં આવે છે એટલે એમાં મૂકે એવું લાગે છે કે તે વાઘ પર સવાર થઈને આવી રહ્યા છે.

દંત કથા અનુસાર માતાજી મહિષાસુરનો વધ કરીને તેથી તેઓ મંદિર મહિસાસુર મર્દીની તરીકે ઓળખાય છે. પુરાણોમાં અનેક કથાઓ આ સ્થાન વિશે જોડાયેલી છે. જ્યારે દેવી સતી યજ્ઞ કુંડમાં જ્યારે પોતાનો દેહ ત્યાગ કરે છે ત્યારે ભગવાન શિવ આ જોઈને ખૂબ જ ગુસ્સે થાય છે અને મહાદેવ સતી ના શબને ઉપાડીને તાંડવ શરૂ કરે છે.

શિવના રોદ્ર રૂપ થી પૃથ્વીને બચાવવા માટે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી સતીના ૫૧ ટુકડા કરે છે. આ ટુકડાઓ પૃથ્વી પર જ્યાં પડ્યા ત્યાં શક્તિપીઠની રચના થઇ છે જ્યાં અંબાજી ખાતે માં સતીના હૃદયનો ભાગ પડયો હતો તેવી માન્યતા છે ભાદરવી પૂનમ ના દિવસે અહીં મેળો ભરાય છે. વિશ્વનો સૌથી મોટો મેળો આ ગણવામાં આવે છે.

દેશભરમાંથી અનેક ભક્તો અહીં દર્શન માટે આવે છે અને માતાજીને નવલા નોરતાનું આમંત્રણ પાઠવે છે. દર્શનાર્થીઓ માટે અનેક સુવિધાઓ જેમકે તબીબી સારવાર, વિશ્રામ ગૃહ, પોલિસ પ્રોટેક્શન, જમવાની સુવિધા, શુધ્ધ પાણીની સુવિધા વગેરે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તથા સ્થાનિક પ્રશાસન દ્વારા કરવામાં આવે છે.

આ મંદિરની સાથે બાજુમાં બાલા સુંદરી માતાજીનું મંદિર પણ આવેલું છે તથા ગણેશની મૂર્તિ પણ આવેલી છે. અહીં આવેલું છે પવિત્ર માનસરોવર. આ સરોવર સાથે ભગવાન શ્રી કૃષ્ણનો પણ સંબંધ છે. કહેવાય છે કે નંદ અને યશોદા અહીં સાત દિવસ રહીને જુવાર આવ્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણની ચૌલક્રિયા એટલે કે બાબરી તે અહીંયા જ સંપન્ન કરવામાં આવી. આજે પણ જે લોકો અહીં પોતાના બાળકની બાબરી કરાવે તેને વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. વિધિ સંપન્ન કર્યા બાદ ભક્તોએ કારભૈરવ અને બટુક ભૈરવ ના દર્શન જાય છે અને ત્યાં બાળકના ચૌલક્રિયાના કેશ અર્પણ કરે છે. ત્યારબાદ જ ચૌલક્રિયા સંપન્ન થઈ હોવાનું કહેવાય છે.

માતાજીની મંદિર પાસે આવેલું છે માંગલ્ય વન અહીં વૃક્ષો અને છોડ વાવવામાં આવે છે. આ મંગલ જીવન એટલું બધું સુંદર છે કે તેને જોઈને મન પ્રફુલ્લિત થઈ જાય છે. ગબ્બર પર્વત પર માં અંબા એ પૃથ્વી પર સૌથી પહેલુ અવતરણ કર્યું હતું. અહી જ્યોત સ્વરૂપે માં અંબા પ્રગટ્યા હતા. ગબ્બર પર્વત પર પગથિયાં ચડી શકાય છે અને વર્ષ ૧૯૯૮ થી ગબ્બર પર્વત પર રોપ-વે પણ બનાવવામાં આવ્યું છે.

અહીં અખંડ જ્યોત સ્વરૂપે મા અંબા સાક્ષાત બિરાજમાન છે. ભાદરવી પૂનમ અને નવરાત્રિના તેમાં તહેવાર દરમ્યાન અહીં ભક્તોની ખૂબ જ ભીડ જામેલી હોય છે જે કોઈપણ અહીં માતાના દર્શન માટે આવે છે તેને હંમેશા તે યાદ રહી જાય તેવું બની જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here