૫ વર્ષના બાળકનું સપનું પુરું કરવા પિતાએ કર્યું અનોખુ કામ, સોશિયલ મીડિયામાં પણ લોકો કરી રહ્યા છે વખાણ

0
1655

સામાન્ય રીતે તો દરેક માતા-પિતા પોતાના સંતાનોને દુનિયાની દરેક ખુશીઓ આપવા માંગતા હોય છે. તેના માટે તેઓ દરેક પ્રકારની કોશિશ પણ કરે છે. આવી જ એક કહાની છે કેરળના રહેવાસી અરુણકુમાર પુરુષોતમની. જેણે પોતાના બાળકોના રમવા માટે એક ખૂબસૂરત વસ્તુ બનાવી છે. કહેવા માટે તો આ એક વસ્તુ છે પરંતુ તેમાં કોઈપણ આરામથી યાત્રા પણ કરી શકે છે.

ખાસ વાત તો એ છે કે આ રમકડાને મેળવ્યા પછી પુરુષોતમના બાળકો ખૂબ જ ખુશ છે. તો વળી, સોશિયલ મીડિયામાં પણ તેની રમકડાના પણ ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. અરુણે પોતાના બાળકો માટે જે વસ્તુ બનાવી છે તે ઓટો રિક્ષા છે. સોશિયલ મીડિયામાં આ સમાચાર વાયરલ થયા બાદ ઘણા લોકો આ રિક્ષાને “ક્યૂટ ઓટો રિક્ષા” ના નામથી પણ બોલાવે છે.

Mini Auto Riksha_01

હકીકતમાં, અરુણનો દીકરો માધવ કૃષ્ણ વર્ષ ૧૯૯૦માં આવેલી રોમાંટિક મ્યુજિકલ ફિલ્મ “એ ઓટો” નો જબરો ફૅન છે. આ વાતને લઈને પિતાએ તેના દીકરા માટે બિલકુલ ફિલ્મી અંદાજમાં ઓટો રિક્ષા બનાવી આપી. ખાસ વાત તો એ છે કે આ રિક્ષા અલગ અને નાની હોવા છતાં સામાન્ય રિક્ષાની માફક ચાલે પણ છે.

જે કામ અરુણે પોતાના દીકરા માટે કર્યું છે તેવું જ કામ તેના પિતાએ પણ અરુણ માટે બાળપણમાં કરેલું હતું. હકીકતમાં, બાળપણમાં અરુણને ગાડીઓ પ્રત્યે ખૂબ જ આકર્ષણ હતું. પરંતુ ગરીબીના લીધે તેમનું આ સપનું પૂરું નહોતું થઈ શકતું. એવામાં તેના પિતા જે કોર્પોરેટર હતા. તેમણે એક જૂની સાઇકલમાં લાકડાના પાયા ફિટ કરીને તેને આપી તો તે ખૂબ જ ખુશ થઈ ગયો હતો.

તમને જણાવી દઈએ કે સ્કૂલના સમયથી જ અરુણ જિજ્ઞાસુ રહ્યા છે. ૧૦માં ધોરણમાં તેમણે સ્ટેટ લેવલની મોડેલ પ્રતિયોગીતામાં JCB બનાવીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલું હતું. તેવામાં પોતાના સંતાનોની ખુશી માટે તેમણે એક ચાલતી ફરતી ઓટો રિક્ષા બનાવી દીધી છે. જો કે તેને બનાવવામાં ઘણા પૈસા અને સમય લાગેલો છે, પરંતુ સંતાનોની ખુશી સામે બધુ જ સામાન્ય લાગે છે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો. (એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here