૫ વર્ષમાં ૨ વાર થયું કેન્સર, કેન્સરને હરાવીને કરાવ્યુ દુલહનના રૂપમાં ફોટોશૂટ

0
1460

વૈષ્ણવી પુવનેન્દ્રણ ને ઇન્સ્ટાગ્રામ દુનિયામાં લોકો નવી ઇન્દ્રણ પિલ્લઈ ના નામથી ઓળખે છે. વૈષ્ણવી એક મોટિવેશનલ સ્પીકર અને ડાન્સર છે. તેની સામાન્ય દુનિયા પાંચ વર્ષમાં અસામાન્ય થઈ ગઈ. એક સાધારણ યુવતી કોઇ યોદ્ધાના રૂપમાં નવો જન્મ થઈને બહાર આવી. પાંચ વર્ષમાં વૈષ્ણવી બે વખત કેન્સરનો શિકાર થઇ. બંને સમયે તે આ જીવલેણ બીમારીને હરાવી ચૂકી છે. હવે તેણે પોતાનું દુલ્હનના રૂપમાં ફોટોશૂટ કરાવ્યું છે જે ખુબ જ વાયરલ થઈ રહ્યું છે. તે કહે છે કે “મને કોઈપણ વસ્તુ રોકી નથી શકતી, કંઈ પણ નહીં, કેન્સર પણ નહીં.”

વૈષ્ણવી એ આ ફોટોશૂટને ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલ છે અને તેને નામ આપ્યું છે “The Bold Indian Bride”. તે મલેશિયા મૂળની ભારતીય છે. તે કહે છે કે કેન્સર એ ઘણી મહિલાઓના જીવન માંથી તેમના સારા દિવસો છીનવી લીધા છે. આ ફોટોશૂટ કેન્સરની તે મર્દાની ઓ માટે એક સંદેશ છે એ તેઓ બોલ્ડ પણ છે અને બ્યુટીફુલ પણ.

વૈષ્ણવી કહે છે કે, “કેન્સર નો ઈલાજ ઘણી બધી સીમાઓ બાંધી દે છે. એક નાની યુવતી તરીકે આપણા બધાના સપના હોય છે કે આપણે પોતાના લગ્નમાં ખૂબ જ શણગાર કરી અને સુંદર દેખાઈએ. પરંતુ કેન્સરના લીધે આપણા માંથી ઘણા ના આ સપના તૂટી જાય છે. ઘણા કેન્સર રોગીઓને પોતાના લગ્ન રદ કરવા પડ્યા અથવા તો સ્થગિત કરવા પડેલ છે.

વૈષ્ણવી ને બ્રેસ્ટ કેન્સર હતું. તે જણાવે છે કે લાંબી સારવાર બાદ તેને એવું લાગતું હતું કે હવે તે કેન્સરને કરાવી ચૂકી છે. પરંતુ પાંચ વર્ષ બાદ કેન્સર ફરી પરત આવ્યું હતું. આ વખતે તેણે વૈષ્ણવી ના લીવર અને પીઠના હાડકા ને પણ પોતાનો શિકાર બનાવી લીધો હતો. કેમિયોથેરાપીના ઘણા લાંબા સેશન બાદ ડિસેમ્બર 2018માં વૈષ્ણવ એકવાર ફરીથી કેન્સરને હરાવ્યું હતું. સારી બાબત એ હતી કે કેન્સર તેની હિંમત તોડી શક્યું ન હતું.

વૈષ્ણવી જણાવે છે કે તેના માટે તેના વાળ ગુમાવવા તે ખૂબ જ કઠિન અનુભવ હતો. તે કહે છે કે, “મને એવું લાગવા લાગ્યું હતું કે હું હવે પહેલાં જેટલી સુંદર નથી રહી કે મને કોઈ હવે પ્રેમ કરે અથવા તો હું ક્યારેય દુલ્હન બની શકીશ. પરંતુ બાદમાં મને અહેસાસ થયો કે જે મારી પાસે જ છે મારે તેને સ્વીકાર કરી લેવો જોઈએ”

દુલ્હનના રૂપમાં વૈષ્ણવી ને કેમેરામાં કંડારવા નું કામ ફોટોગ્રાફર સેલેસ જીરાર્ડ દ્વારા કરવામાં આવ્યું છે. સેલેસ કહે છે કે, “મારા માટે આ ફોટોશૂટ ખૂબ જ મહત્વ રાખતું હતું. સૌથી પહેલા અને સૌથી મોટો પડકાર હતો વૈષ્ણવી ના નેણ બનાવવાનો, કેમકે કેમોથેરાપી ના કારણે તે બચ્યા નહોતા. તેને એવી રીતે બનાવવાના હતા કે તે નાટકીય કે ખોટા ના લાગે.

હાલમાં વૈષ્ણવી અને સેલેસના આ પ્રયાસની ખુબ જ પ્રશંસા થઈ રહી છે. સાથે જ આ ફોટોશૂટની પાછળ છુપાયેલા મેસેજને પણ લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. તો આ તરફ જાગૃતતા ફેલાવવા અને કેન્સર પીડિતો નું મનોબળ વધારવા માટે પણ સોશિયલ મીડિયા બંનેનો ધન્યવાદ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here