૪૩ વર્ષ બાદ આવશે આવું તોફાન, ૮ લાખ લોકોને હટાવવામાં આવશે, ૧૦૦ થી વધારે ટ્રેન રદ્દ

0
1003

ખૂબ જ ખતરનાક ચક્રવાતી તોફાન “ફની” સતત ઓડીશા તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના સમાચાર માં કહેવામાં આવ્યું છે કે આ તોફાન હાલમાં પુરીના દક્ષિણ-પશ્ચિમ મા ૪૨૦ કિલોમીટર દૂર છે. જ્યારે વિશાખાપટ્ટનમ થી ૨૧૦ કિલોમીટર સ્થિત છે. શુક્રવાર 3 મે ના રોજ બપોરના સમયે આ તોફાન પુરી ના કિનારાના વિસ્તાર સાથે ટકરાઈ શકે છે. હાલમાં આ તોફાનની ઝડપ 180-190 કિલોમીટર પ્રતિ કલાક છે. જાણકારોના જણાવ્યા અનુસાર ૪૩ વર્ષ બાદ ભારતના તટીય વિસ્તારમાં આટલું ખતરનાક તોફાન આવનાર છે.

ઓડિશાના દક્ષિણ તટીય વિસ્તારોમાં આજ સવારથી જ ભારે વરસાદ થઇ રહ્યો છે. શુક્રવાર ના બધા જ 11 તટીય જિલ્લામાં પણ ભારે વરસાદ થવાની આશંકા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ તોફાનની અસર ત્રણ રાજ્યોના 19 જિલ્લા પડશે. જેના કારણે આજે સાંજ સુધીમાં 8 લાખ લોકોને આ વિસ્તારથી દુર સુરક્ષિત સ્થાન પર મોકલી દેવામાં આવ્યા છે.

“ફની” તોફાન કિનારા સાથે ટકરાતા પહેલા 185 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી હવા ફૂંકાવાની સંભાવના છે. તોફાન જગતસિંહપુર, કેન્દ્રપારા, ભદ્રક અને બાલાસોર થી પસાર થઈને પશ્ચિમ બંગાળ પહોંચશે. જેના લીધે ગંજમ, ગજપતિ, ખુદરા, પૂરી, જજપુર અને બાલાસોર જિલ્લા પ્રભાવિત થવાની સંભાવના છે.

તોફાની ગંભીરતાને ધ્યાનમાં રાખતા રેલવે એ ૧૦૩ ટ્રેન રદ કરી દીધી છે. ભદ્રક થી વિદ્યાનગર ની વચ્ચે ટ્રેન ની સેવાઓ ૨ મે સાંજથી જ બંધ થઈ ગઈ છે. તે સિવાય પુરી થી બે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. ઈસ્ટ કોસ્ટ રેલ્વે એ યાત્રીઓને સલાહ આપી છે કે આ અનુસાર યાત્રાની તૈયારી કરે. સાથોસાથ ભૂવનેશ્વર અને પુરીની તરફ જનારી ટ્રેન પણ ૨ જી મે સાંજથી રદ રહેશે. ટ્રેનોને રદ કરવાના નિર્ણય બાદ ઈસ્ટ કોસ્ટ એક્સપ્રેસ, કોરોમંડલ એક્સપ્રેસ ૨ જી મે થી હાવડા થી નહીં ચાલે. વળી પુરી થી હાવડા સુધી જનાર ગાડી ૨ જી મે રાતમાં રદ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here