૩૫ રૂપિયાના રીચાર્જ પ્લાનને લીધે વોડાફોન અને આઇડિયાને થયું ભારે નુકશાન, જાણો તેનું કારણ

0
1174

એરટેલ, આઇડિયા, વોડાફોનને ૩૫ રૂપિયાનું રીચાર્જ કાઢીને ખૂબ જ નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈને હવે આ કંપનીઑ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારથી જીયોએ ટેલિકોમ સેક્ટરમાં આગમન કર્યું છે ત્યારથી બધી જ કંપનીઑ માટે મુશ્કેલીઓ વધી ગઈ છે.

જીયોના આગમનને લીધે બાકી કંપનીઓમા હલચલ થઈ ગઈ છે. જીયો દ્વારા ખૂબ જ સસ્તા પ્લાન આપવામાં આવી રહ્યા છે કે બીજી કંપનીઓને પોતાના ગ્રાહકોને બનાવી રાખવા માટે સસ્તા ઓફર લાવવા પડી રહ્યા છે. જીયોએ પોતાના અનલિમિટેડ પ્લાન દ્વારા ટેલિકોમ ક્ષેત્રમાં ક્રાંતિ લાવી દીધી હતી.

જીયોના આવા ક્રાંતિકારી પ્લાનને લીધે વોડાફોન, આઇડિયા અને એરટેલની ખૂબ જ નુકશાની ઉઠાવવી પડી રહી છે. આ કંપનીઑ દ્વારા ખૂબ જ પ્રયાસ થઈ રહ્યા છે કે તેમના ગ્રાહકો જીયોમાં ન જાય અને તેઓએ પણ અનલિમિટેડ ઓફર દેવાનું શરૂ કરી દીધું હતું.

જીયો સિવાયની કંપનીઓ દ્વારા પૈસા કમાવવાના ચક્કરમાં ૩૫ રૂપિયાનું નવું રીચાર્જ ઓફર કાઢવામાં આવ્યું હતું જેના લીધે આ કંપનીઓને ભારે ભરખમ નુકશાન ઉઠાવવું પડી રહ્યું છે. ૩૫ રૂપિયાનું રીચાર્જ ઓફર આવ્યા બાદ ટ્રાય દ્વારા એક સર્વે કરવામાં આવ્યો જે પરથી એક વાત સામે આવી હતી કે એરટેલ, વોડાફોન અને આઇડિયાના ૯૦ લાખ ગ્રાહકો પોર્ટેબિલિટી કરાવીને BSNL અને જીયોમાં પોર્ટ થઈ ગયા હતા.

જ્યારે આ વાત સામે ત્યારે આ કંપનીઓને ૩૫ રૂપિયાનું રીચાર્જ ઓફર લાવવા પર ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો છે. જાણકારી અનુસાર એ જાણવા મળ્યું છે કે આ ગ્રાહકોમાં સૌથી વધારે વોડાફોન અને આઇડિયાના ગ્રાહકો BSNLમાં પોર્ટ થઈ ગયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર બીજી કંપનીઓ દ્વારા આ ૩૫ રૂપિયાનું રીચાર્જ એટલે લાવવામાં આવ્યું હતું કે તેમણે ગ્રાહકો ફક્ત ઇનકમિંગ માટે તેમનું સિમ ફ્રીમાં ઉપયોગ કરી રહ્યા હતા જેને લઈને તેઓને કોઈપણ પ્રકારની આવક નહોતી થઈ રહી.

કંપનીએ સ્કીમ દ્વારા એવા ઘણા ગ્રાહકો પાસે આ રીચાર્જ કરવી લીધું તેને લીધે કંપનીને થોડો ફાયદો તો થયો પરંતુ ભારે માત્રામાં ગ્રાહકો BSNL અને જીયોમાં પોર્ટ કરાવીને જતાં રહ્યા. BSNLમાં પોર્ટ થવાનું મુખ્ય કારણ હતું કે BSNLમાં ૩૬ રૂપિયાના રીચાર્જમાં ૬ મહિના માટે ઇનકમિંગ કોલની વેલીડિટી આપવામાં આવી હતી.

વોડાફોન અને આઇડિયા દ્વારા પોતાના ગ્રાહકોને ફરી આકર્ષવા માટે ૭૬ અને ૧૬૯ રૂપિયાના રીચાર્જ પ્લાન લાવવામાં આવ્યા પરંતુ આ પ્લાન પણ ગ્રાહકોને આકર્ષી શક્યા ન હતા કારણ કે જીયો દ્વારા તેના કરતાં પણ ઓછી કિંમતના પ્લાન રાખવામા આવેલ છે તથા વધારે લાભો આપવામાં આવી રહેલા છે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here