૩૧ માર્ચ પહેલા ખતમ કરી લો આ ૩ જરૂરી કામ, નહિતર થઈ શકે છે ૧૦ હજાર રૂપિયાનું નુકશાન

0
931

31 માર્ચ આવવામાં હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. એવામાં તમારે થોડા જરૂરી કામ કરી લેવા જોઈએ જેથી કરીને આગળ જઈને કોઈ પણ પ્રકારની પરેશાનીઓનો સામનો ન કરવો પડે. ૩૧ માર્ચ પહેલા જો નીચે બતાવવામાં આવેલ કામો નહીં કરશો તો તમને દસ હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. જે કોઈ મોટા નુકસાન તરફ ઈશારો કરે છે. એવામાં ૩૧ માર્ચ પહેલા તમારે નીચે બતાવવામાં આવેલ ત્રણ કામો ને ધ્યાન આપીને પૂર્ણ કરી લેવા જોઈએ.

રોકાણ કરવું

જો તમે કોઇ રોકાણ કરવા માટેનું પ્લાનિંગ કરી રહ્યા છો તો અત્યારે જ કરી લો. કેમકે જો 31 માર્ચ પહેલા કરી લેશો તો તમને એક મોટી છૂટ મળી શકે છે. એટલું જ નહીં જો તમે 31 માર્ચ પછી રોકાણ કરો છો તો તમારે પહેલા પૂરો ટેક્સ ચૂકવવો પડશે ત્યારબાદ નિવેશ કરી શકશો. એટલા માટે ૩૧ માર્ચ પહેલા નાના-મોટા રોકાણ જરૂરથી કરી લો જેથી કરીને તમને ટેક્સમાં રાહત મળી શકે.

ઇન્કમટેક્સ રિટર્ન કરવું

જો તમે હજુ સુધી 2019 નું રિટર્ન કરેલ નથી તો તમે ઘણું મોડું કરી ચૂક્યા છો. પરંતુ હજુ પણ તમારી પાસે થોડા દિવસો છે એવામાં ઇંકમટેક્ષ રીટન જરૂર કરી લેવું જેથી કરીને તમને નુકસાન ન થાય. તમને જણાવી દઇએ કે જો 31 માર્ચ પહેલા ઇન્કમટેક્સ રિટર્ન નથી કરતા તો તમને દસ હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. સાથે જ તમને જણાવી દઈએ કે વાર્ષિક 5 લાખ સુધીની આવક વાળા લોકો માટે વધુમાં વધુ એક હજાર રૂપિયા દંડ રાખવામાં આવેલ છે. તેનાથી વધારે આવક વાળા લોકો માટે દંડની રકમ વધારે છે.

પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરવું

સરકાર પાછલા એક વર્ષથી પાનકાર્ડ અને આધારકાર્ડ સાથે લિંક કરવાની સલાહ આપી રહી છે પરંતુ હજુ પણ ઘણા લોકોએ કરેલ નથી. હજુ પણ ઘણા લોકો પાન કાર્ડ ને આધાર કાર્ડથી લિંક કરાવી શકે નથી. એવામાંજો તમે આ પ્રક્રિયા પૂરી નથી કરેલી તો 31 માર્ચ પહેલા આ પ્રક્રિયા જરૂરથી પુરી કરી લો. નહિતર તમારું પાનકાર્ડ 31 માર્ચ પહેલા કચરો બની જશે. પાનકાર્ડ અને આધારકાર્ડ સાથે લિંક કરવા માટે પાન કાર્ડ ની વેબસાઈટ પર જઈને લિંક કરી શકો છો, જે થોડા સમયમાં જ થઈ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here