૩ વર્ષથી એક મુસ્લિમ શખ્સ કરે છે રામ મંદિરની સાફ સફાઈનું કામ, તેની પાછળ છે ખાસ કારણ

0
2373

કર્ણાટકમાં એક વ્યક્તિ હિન્દુ મુસ્લિમ એકતા નું એક અનોખું ઉદાહરણ પૂરું પાડે છે. હકીકતમાં બેંગ્લોરના રામ મંદિરમાં એક મુસ્લિમ વ્યક્તિ મંદિરની સાફ-સફાઈ કરે છે. એ વ્યક્તિનું કહેવું છે કે મંદિરમાં સાફ-સફાઈ કરવી મને પસંદ છે. તમને જણાવી દઈએ કે એ વ્યક્તિ પાછલા ત્રણ વર્ષોથી મંદિરની સફાઈ કરે છે.

એ મુસ્લિમ શખ્સ નું નામ સદ્દામ હુસૈન છે. સદામ ની ઉંમર ૨૭ વર્ષ છે. જે રામ મંદિરમાં તે પાછલા ત્રણ વર્ષથી સફાઈ કરે છે તે બેંગ્લોરના રાજાજી નગરમાં આવેલ છે. સદ્દામ ના આ કાર્ય ના દરેક વ્યક્તિ ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

શા માટે કરે છે સાફ-સફાઈ

મુસ્લિમ હોવા છતાં પણ રામ મંદિરની સાફ-સફાઈના સવાલ પર બદામ કહે છે કે તેમને મંદિરની સફાઇ કરવી ખુબ જ પસંદ છે. સાથોસાથ જ્યારે લોકો તેના આ કાર્ય ના વખાણ કરે છે ત્યારે તેને વધુ પ્રેરણા મળે છે. સદા મેં ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે તેઓ પાછલા ત્રણ વર્ષોથી આ મંદિરની સાફ સફાઈ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે મંદિરની સાફ-સફાઈ કરવા સિવાય સદામ આ વિસ્તારમાં લોકોના ઘર શિફ્ટિંગ કરવામાં પણ મદદ કરે છે. વળી ક્યારેક તેઓ દુકાનમાં કામ કરે છે તો ક્યારેક ટેક્સી પણ ચલાવે છે. સદામ બીજા ધોરણ સુધી જ અભ્યાસ કરેલ છે.

જો તમને આ વ્યક્તિનું કાર્ય પસંદ આવ્યું હોય તો કોમેન્ટ બોક્સમાં “જયશ્રી રામ” લખીને તેમના કાર્યને વધાવજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here