ત્રણ કરોડના બંગલામાં રહેતી આ મહિલા રસ્તા પર લારીમાં વહેચે છે છોલે ભટુરે, જાણો તેનું કારણ

0
6047

કોઈ કામ નાનું કે મોટું નથી હોતું, વ્યક્તિના વિચારો મહત્વના છે. આ વાતનું ઉદાહરણ છે ઉર્વશી યાદવ. તમને જાણીને આશ્ચર્ય થશે કે ઉર્વશીને પોતાનું ત્રણ કરોડનું મકાન છે અને બે SUV કાર છે છતાં પણ તે રસ્તાના કિનારે લારીમાં છોલે ભટુરે વેંચે છે. તો ચાલો આજે જાણીએ કે આટલી સંપતિ હોવા છતાં પણ સડકના કિનારે આ રીતે શા માટે કામ કરે છે.

હકીકતમાં ગુડગાવની રહેવાસી ૩૬ વર્ષીય ઉર્વશી યાદવના પતિનું થોડા સમય પહેલા એક્સિડેંટ થયું હતું. એક્સિડેંટ ઘણું ગંભીર હતું. આ અકસ્માત બાદ પતિના ઈલાજ માટે થનારા ખર્ચ અને પરિવારની જવાબદારીઓને પહોચી વળવા માટે ઉર્વશીએ કમાવવાનું વિચાર્યું.

તેમણે પહેલા સ્કૂલમાં ભણવવાનું શરૂ કર્યું પરંતુ તેમાં તેઓને લાગ્યું કે તેમાં તેઓને સારી કમાણી નથી થઈ રહી એટલે ઉર્વશીએ નિર્ણય કર્યો કે તે લારીમાં છોલે ભટુરે વેંચશે. તમને જણાવી દઈએ કે ઉર્વશીની આર્થિક પરિસ્થિતી હાલમાં ખરાબ નથી પરંતુ ભવિષ્યમાં કોઈ સંકટ ના આવે તે માટે તેમણે પૈસા કમાવવાનું શરૂ કર્યું હતું. ઉર્વશીના પતિ અમિત યાદવ એક મોટી નિર્માણ કંપનીમાં એક્સિક્યુટિવ છે અને તેમના સસરા ભારતીય વાયુ સેનામાં રિટાયર કમાંડર છે.

ઉર્વશીને વાનગીઓ બનાવવાનો શોખ હંમેશાથી છે. તેમણે પોતાના શોખને પોતાની પ્રોફેશન બનાવવાનું વિચાર્યું. ગમે તેવી ગરમી હોય કે ગમે તેવો વરસાદ હોય ઉર્વશી મન લગાવીને પોતાનું કામ કરે છે. તેમણે આ બિજનેસ ચાલુ કર્યાને હજુ ૪૫ દિવસ થયા હતા અને તેઓ પોતાના સ્વાદિષ્ટ ટેસ્ટ માટે પ્રખ્યાત થઈ ગયા હતા.

ઉર્વશીએ જણાવ્યુ હતું કે, તેમની રોજની કમાણી ૨૫૦૦ રૂપિયાથી લઈને ૩૦૦૦ સુધી થઈ જાય છે. ઉર્વશીના બે બાળકો છે જેમના ભવિષ્યને લઈને તેઓ ચિંતિત રહેતા હતા કે ક્યારેક પૈસાની તંગીને લીધે તેમણે બાળકોની સ્કૂલ બદલવી ના પડે. પરંતુ આજે તેઓને આ બિજનેસ માંથી થતી કમાણીને લીધે ખૂબ જ ખુશ છે અને બાળકોના ભવિષ્યને લઈને પણ તેઓને હવે કોઈ ચિંતા નથી.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here