૨૦૧૯નું વાર્ષિક રાશિફળ, જાણો ૨૦૧૯નું વર્ષ તમારા માટે કેવું રહેશે

0
13132

૨૦૧૮નું વર્ષ ઘણું પરેશાનીઓ અને તકલીફોથી ભરેલું હતું એવું કહી શકાય. દરેક વ્યક્તિને જાણવાની ઈચ્છા હોય છે કે તેનું આવનારું વર્ષ કેવું રહેવાનુ છે. ૨૦૧૮નું વર્ષ પૂરું થઈ ચૂક્યું છે ત્યારે આજે ૨૦૧૯નું વર્ષ તમારા માટે કેવું રહેવાનુ છે રેણુ સંપૂર્ણ રાશિફળ અમે તમને અહી જણાવીશું જેના દ્વારા તમને જાણી શકશો કે આવનારું વર્ષ તમારા માટે કેવું ફળદાયી રહેવાનુ છે.

મેષ :

આ વર્ષે તમારા પરિવારિક જીવનમાં પરેશાનીઓ આવી શકે છે. ગુરુ વક્ર માર્ગી થશે જેના કારણે તમારા માટે મુસીબતો ઊભી થશે. તમારે બીજા લોકો સાથે તાલમેલ બેસાડીને ચાલવાની જરૂર છે. ૬ માર્ચથી પરિવારના કોઈ મોટા સદસ્ય સાથે મતભેદ થઈ શકે છે. નવેમ્બર બાદ પરિવારિક જીવન સામાન્ય થઈ જશે. વૈવાહિક જીવન સારું રહેશે. નાની મોટી તકલીફો આવી શકે છે પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જીવનસાથીનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. તમારા પાર્ટનર સાથે સારો સમય પસાર કરવાનો મોકો મળશે. બંને વચ્ચેની સમજણમાં વધારો થશે. ફૅમિલી પ્લાનિગ વિશે પણ વિચાર કરી શકો છો.

જાંઘો, પગ અને સાંધાના તથા ખંભાના દર્દની તકલીફ રહી શકે છે. વજન પણ વધવાની શક્યતા છે. તમારી ઉપર કોઈ કાળો જાદુ પણ કરી શકે છે. માર્ચ સુધી તમારા કરિયરમાં પરેશાનીઓ આવી શકે છે. ગ્રહોની અનુકૂળ દશાને કારણે તમને પ્રગતિ મળશે પરંતુ માર્ચ મહિના બાદ બધુ જ સારું રહેશે. કરિયરમાં ચઢાવ ઉતાર આવશે. તમે પ્રયાસ કરશો અને તમને તેનું ફળ કઈક અલગ જ મળશે. નોકરી બદલવા માટે આ વર્ષ ઠીક નથી. આવતા વર્ષે તમને ઘણી સારી તકો મળી શકે છે.

માર્ચ સુધી વેપાર સારો રહેશે. માર્ચ પછી તમને થોડી પરેશાની આવી શકે છે અને તમારે અસફળતાનો સામનો પણ કરવો પડી શકે છે. મોટા ભાગે તો વેપારમાં નફો જ રહેશે અને તમને નવા ગ્રાહકો પણ મળી રહેશે. નાનો વેપાર હોય કે મોટો વેપાર તમને લાભ રહેશે. તમારી આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. ખાસ કઈ નહીં પરંતુ માર્ચ બાદ કોઈ નવા રોકાણ માટે થોડું સાવધાન રહેવું. વિશ્વાસઘાત થવાની શક્યતાઓ રહેલી છે.

આ વર્ષે તમારી લવ લાઇફ સામાન્ય રહેવાની છે. સંબંધોમાં પ્રગાઢતા આવશે. પ્રેમ સંબંધોમાં માનસિક સંતુષ્ટિનો અહેસાસ થશે. આ વર્ષે તમને અન્ય કોઈ ધર્મ વ્યક્તિ સાથે પ્રેમ થઈ શકે છે. દરરોજ સાંજે હનુમાન ચાલીસના પાઠ કરો. શનિવારના દિવસે કાળા તલનું દાન કરો.

વૃષભ :

માર્ચ સુધી પરિવારિક જીવન સામાન્ય રહેશે. ત્યારબાદ રાહુના રાશિ પરીવર્તન કરવા પર થોડી તકલીફોનો સામનો કરવો પડી શકે છે. પરિવારના સભ્યો વચ્ચે પણ મતભેદ ઉત્પન્ન થઈ શકે છે, તણાવમાં વધારો થશે, તમારો સ્વભાવ થોડો ચીડિયો થઈ જશે. તમારી પોતાની ભૂલો માટે તમે બીજાને જવાબદાર ગણી શકો છો. પરિવારમાં કોઈ સભ્ય સાથે ગંભીર મતભેદની સંભાવના છે.

વૈવાહિક જીવનમાં તમારે માર્ચ સુધી તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી પરંતુ ત્યારબાદ તમારા માટે પરિસ્થિતી ખરાબ થતી જશે. નાની નાની વાતોમાં ગેરસમજ ઊભી થશે. ૬ માર્ચ થી ૨૫ એપ્રિલની વચ્ચે સંબંધ વધારે ખરાબ થશે. ચિંતા ના કરવી સમય જતાં બધુ જ બરાબર થઈ જશે.

ત્વચા સંબંધિત તકલીફો રહેવાની શક્યતાઓ રહેલી છે. ફૂડ પોઈસ્નિંગ થી બચીને રહેવું. બ્લડ શુગર અને કાર્ડિયાક ની પરેશાની રહેવાની પણ શક્યતાઓ રહેલી છે. કરિયરને લઈને આ વર્ષ તમારા માટે ખૂબ જ સારું રહેશે. તમારી બધી જ ઈચ્છાઓ પૂરી થશે. આ વર્ષે નોકરીના પરીવર્તન વિશે બિલકુલ ના વિચારવું. રાહુના દશામાંથી પસાર થઈ રહેલા બધા જ જાતકોને પ્રગતિનો માર્ગ મળશે.

મંગળ અને રાહુની દશામાંથી પસાર થઈ રહેલા લોકો માટે વેપાર અને ધંધા માટે આ સમય ખૂબ જ સારો રહેશે. સમયસર બધુ જ સાંભળી શકશો અને વેપારમાં આગળ વધશે. તમારી પાસે જે કઈ પણ છે તેને બચાવી અને સુરક્ષિત રાખવાનો પ્રયત્ન કરવો આ વર્ષે આ વાત જ તમારી પ્રાથમિકતા હોવી જોઈએ.

આ વર્ષે પ્રેમ સંબંધમાં તમારે કોઈ નવો સંબંધ બંધાઈ શકે છે. ચોરીછૂપી થી કોઈના પ્રેમમાં પડી શકો છો. વિવાહિત લોકોમાં આવી શક્યતાઓ વધારે છે. વૈવાહિક જીવનથી બહાર અન્ય વ્યક્તિ સાથે શારીરક સંબંધ થઈ શકે છે. દરરોજ હનુમાન ચાલીસના પાઠ કરવા અને દરરોજ રામ મંદિર દર્શન કરવા માટે જવું.

મિથુન :

એપ્રિલ સુધી તમારા જીવનમાં સમસ્યાઓ રહેશ ત્યારબાદ તમારા જીવનમાં સ્થિરતા આવશે. પરિવાર સાથે સુમેળભર્યા સંબંધો રહેશે. એપ્રિલ મહિના બાદ પરિવારમાં અરસપરસની સમાજમાં વધારો થશે. પરિવારમાં તમારું સન્માન વધશે અને તમને પરિવાર તરફથી મદદ મળશે.

તમારા સાતમા સ્થાને શુક્રના નક્ષત્રમાં શનિ બેઠેલો છે જે તમારા વૈવાહિક જીવન માટે શુભ સંકેત છે. જીવનસથી સાથે સંબંધોમાં મધુરતા આવશે. આ વર્ષે તમને સંતાનમાં જોડિયા બાળકો પણ થઈ શકે છે. વૈવાહિક જીવન ખૂબ જ સારું રહેશે એટલે તમારે એ બાબતની ચિંતા કરવાની જરૂર રહેતી નથી.

શરીરમાં નબળાઈને લીધે કોઈ મોટી સમસ્યા થઈ શકે છે. ખાણીપીણી સંબંધિત અથવા તો યૌન રોગ થવાની સંભાવના છે. આમ જોવા જઈએ તો શારીરક દ્રષ્ટિએ આ વર્ષ તમારા માટે સારું નથી રહેવાનુ.

મિથુન રાશિના લોકોને વેપાર ધંધો ખૂબ જ સારો રહેવાનો છે. વધારે પડતી ચિંતા કરવાની જરૂર નથી કેમ કે ધંધા વેપારમાં સારો એવો નફો તમને આ વર્ષે મળી રહેશે. કોઈ નવા શહેરમાં પાર્ટનરશીપમાં નવો વેપાર ધંધો શરૂ કરી શકો છો. તમારા હરીફોને તમને પાછળ છોડી દેશો. માર્ચ પછી થોડું સાવધાન રહેવું કારણ કે તમારા હરીફો તમને પરેશાન કરી શકે છે.

30 માર્ચ પછી પ્રેમ સંબંધ માટે સારો સમય છે. ગુરુના વક્રી થવાની તમને થોડી મુશ્કેલી પડી શકે છે પરંતુ વધારે ચિંતા કરવાની જરૂર નથી. આ વર્ષ પ્રેમ સંબંધો માટે ખૂબ જ સારું જવાનું છે. તમારે કોઈપણ ઉપાય કરવાની જરૂર નથી, જો રાહુ અને શનિની દશામાંથી પસાર થઈ રહ્યા હોય તો હનુમાનજીની પૂજા કરવી. તમારા ખિસ્સામાં સફેદ રંગનો રૂમાલ ત્રિકોણ બનાવીને રાખો.

કર્ક :

આ વર્ષે તમારું પરિવારિક જીવન સામાન્ય રહેશે. રોજિંદા જીવનની માફક જ આ વર્ષે પણ તમારું જીવન ચાલતું રહેવાનુ છે. પરિવારના સદસ્યો વચ્ચે સારો એવો તાલમેળ બનશે. રાહુ અને કેતુના અક્ષાંશમાં આવવા પર મતભેદ થઈ શકે છે અને માનસિક તણાવ પણ રહી શકે છે પણ આવા સમયે શાંતિ થી કામ લેવું.

તમારા વૈવાહિક જીવન માટે આ આખું વર્ષ ખરાબ રહેશે જૂન બાદ તો પરિસ્થિતી વધારે ખરાબ થઈ જશે. તમારા વૈવાહિક જીવન માટે આ સમય થોડો મુશ્કેલ ભર્યો સાબિત થઈ શકે છે. સંબંધોમાં ગેરસમજ ઊભી થઈ શકે છે અને શંકા પેદા થઈ શકે છે. તમે તમારા પાર્ટનર પર શંકા કરી શકો છો. સસરા પક્ષ સાથે મતભેદ થઈ શકે છે.

રક્ત વિકાર, હોર્મોન્સ અસંતુલન, અપચો જેવી સમસ્યાઓને લીધે તમે પરેશાન થઈ શકો છો. ત્વચાનો વિકાર પણ થવાની શક્યતાઓ રહેલી છે. સમય સાથે તમને તમારા કરિયરમાં પણ સફળતા મળશે. તમને સારા અવસર મળશે અને તમે પ્રગતિ પ્રાપ્ત કરશો. સારી નોકરી મળી શકે છે અથવા તો નોકરીમાં પરીવર્તન ના યોગ બની શકે છે. તમે સારું પ્રદર્શન કરશો અને બીજા લોકો તમારી ઈર્ષા કરશે. નોકરી માટે દૂર યાત્રા પર જવું પડી શકે છે.

વ્યાપરિયો માટે આ વર્ષે મોટું નુકશાન વેઠવું પડી શકે છે એટલે સમજી વિચારીને વેપાર ધંધો કરવો. કોઈ ખોટા પ્રોજેકટમાં રોકાણ વિશે વિચાર કરી શકો છો. વેપારમાં કોઈપણ પ્રકારના વિશ્વાસઘાત થી બચીને રહેવું. પાર્ટનરશીપમાં કામ કરતાં હશો તો આ વર્ષે તમારા સંબંધો બગડી શકે છે.

આ વર્ષે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થતો જણાશે. તમારું બઁક બેલેન્સ પણ વધી શકે છે. પૈસા કમાવવાની સાથો સાથ તમે આ વર્ષે થોડી બચત પણ કરી શકશો. કોઈને પણ ઉધાર ના દેશો નહિતર મુશ્કેલીમાં મુકાઇ શકો છો. કોઈ ખોટા વ્યક્તિ પર ભરોસો કરવાથી તમારે નુકશાન ઉઠાવવું પડી શકે છે.

પ્રેમ સંબંધ માટે આ વર્ષ ખૂબ જ સારું રહેવાનુ છે. થોડી ઘણી પરેશાનીઓ આવશે પણ તમારે એ બાબતની ચિંતા કરવાની જરૂર નથી. નવા સંબંધો બની શકે છે અને જૂના સંબંધો વધારે મજબૂત બનશે. હનુમાનજીના મંદિરે શનિવાર અને મંગળવારના દિવસે જાઓ અને ગરીબોને દાન કરો.

સિંહ :

શનિની કુદ્રષ્ટિને કારણે તમારો માર્ગ મુશ્કેલ થવાનો છે. પરિવારિક જીવન પર પણ તેની અસર દેખાશે. સમય સમય પર તમારે લોકો અને ચીજોને સંભાળવી પડશે. ખર્ચાઓ, શરીરી સંબંધી સમસ્યાઓ અને પાડોશીઓને લીધે તમારે પરેશાનીઓ ઉઠાવવી પડશે. પરેશાન હોવાને લીધે તમે કઈ નહીં કરી શકો.

આ વર્ષે તમારું વૈવાહિક જીવન ખૂબ જ આનંદમય રહેશે. જરૂરિયાતના સમયે તમારો જીવનસાથી તમને સારી રીતે સમજી શકશે. આત્માવિશ્વાસની સાથે તમે આગળ વધી શકશો. માર્ચ પછી થોડી સમસ્યાઓ આવી શકે છે પરંતુ તમારી સમજથી તમે તેનો ઉકેલ લાવી શકશો.

આ વર્ષે તમને નોકરીમાં ખૂબ પ્રગતિ અને સફળતા મળશે. પાંચમા સ્થાન પર રહેલો શનિ તમને થોડી મુશ્કેલીઓ ઉત્પન્ન કરી શકે છે. વર્તમાન સમયની નોકરી છોડવી પણ પડી શકે છે જેના લીધે તણાવ વધશે. પરંતુ તેનાથી ગભરાવવું નહીં તેનાથી તમારી પ્રગતિ થવાની છે.

વ્યાપાર અને ધંધા માટે આ વર્ષ સારું નહીં નીવડે. તમને તમારી મહેનતનુ યોગ્ય ફળ મળશે નહીં. તમારા હરીફો તમારા કરતાં વધારે સફળતા મેળવશે, જેના લીધે તમારે આર્થિક નુકશાન પણ સહન કરવું પડશે. કોઈ ખોટા નિર્ણયને લીધે તમારે પાછળથી પસ્તાવો પણ કરવો પડી શકે છે.

આ વર્ષે તમારી લવ લાઇફ અતિશય સારી રહેવાની છે. જુલાઈ મહિના બાદ તમારે બંને એ થોડું સાવધાન રહેવાની જરૂર છે કારણ કે ત્યારબાદ તમારા બંને વચ્ચે ગેરસમજ અને અભિમાનને લઈને દીવાલ ઊભી થઈ શકે છે. પોતાના ઇષ્ટદેવની આરાધના કરો બસ જ કાફી છે તમારા નવા વર્ષને લાભદાયક બનાવવા માટે.

કન્યા :

પરિવારિક જીવન સામાન્ય રહેશે. રોંજીદા જીવનમાં તમને ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પરિવારમાં મતભેદ થઈ શકે છે, પરંતુ ચિંતા કરવાની જરૂર નથી બહુ ઠીક થઈ જશે. ધીમી ગતિથી બધુ ચાલતું રહેશે એટલે તમારે વધારે પરેશાન થવાની જરૂર નથી.

ગુરુ અને શનિની દશા માંથી પસાર થઈ રહેલા જાતકોનું વૈવાહિક જીવન શુભ રહેશે. આ વર્ષમાં તમારા વચ્ચેની સમજણ સારી રહેશે. એકબીજા સાથે ખૂબ જ સારો સમય પસાર કરી શકશો. જેના લીધે તમારા સંબંધોમાં પણ મધુરતા આવશે. તબિયતને લઈને તમારે વધારે કઈ ચિંતા કરવાની જરૂર નથી.

જૂન મહિના સુધી વેપાર ધંધામાં કઈ ચિંતા ઉપાધિ જેવુ નથી. ત્યારબાદ થોડી ચિંતામાં વધારો થઈ શકે છે. પરંતુ એ થોડો સમય માટે જ હશે. આખું વર્ષ તમે ધંધા અને વેપારમાં વૃધ્ધિ જોઈ શકશો. ધનની શોધમાં તમારે જવું નહીં પડે પૈસા કમાવવા માટે આ વર્ષ ખૂબ જ લાભદાયક રહેવાનુ છે.

આ વર્ષે તમે પ્રેમ સંબંધમાં નસીબદાર રહેવાના છો. તમારા સાથી પાર્ટનર તરફથી તમને ઘણો સહયોગ રહેશે. તમારી લાગણી અને ભાવનાઓને સમજશે. વધુને વધુ સમય તમે એકબીજા સાથે પસાર કરી શકશો.

તુલા :

પરિવારિક રીતે આ વર્ષ ખૂબ જ સુખમય પસાર થશે. પરિવારમાં કોઈ ઉત્સવ અને સમારોહનું આયોજન કરવામાં આવશે જે તમારા માટે ખાસ યાદગાર રહેશે. પરિવાર સાથે બહાર ફરવા જવાનો અવસર બની શકે છે. આ વર્ષે તમારા ઘરે મહેમાનોની આવક જાવક વધારે રહેશે. પરિવારમાં આ વર્ષે લગ્ન અથવા બાળકનો જન્મ થઈ શકે છે.

આ વર્ષે તમારું લગ્નજીવન સુવર્ણ રહેશે. આ વર્ષ તમને તમારા સાથીની કંપની ખૂબ સારી રીતે માણી શકશો. બંનેને સાથે દૂર ફરવા જવાનો પ્લાન બની શકે છે, જે તમને એકબીજાની વધુ નજીક લાવશે. નાની નાની તકલીફો આવશે પરંતુ તે ધ્યાનમાં લેવાની જરૂર નથી. આ વર્ષે તબિયતને લઈને વધારે ચિંતા કરવાની જરૂર નથી. નાની મોટી તકલીફો રહેશે પણ ચિંતા કરવાની જરૂર જરા પણ નથી.

માર્ચ પછી તમારા કરિયરમાં એક નવી જ દિશા મળશે જે તમાર ભવિષ્ય માટે ખૂબ જ લાભદાયક રહેશે. છેલ્લા સમયે તમને સારા સમાચારો મળી શકે છે એટલે નિરાશ થવું નહીં. નોકરીની જગ્યાએ લોકો તમારાથી આકર્ષિત થશે અને તમારા કામની ખૂબ પ્રસંશા કરવામાં આવશે. સાથી કર્મચારીઓ સાથે સારો એવો તાલમેળ બની રહેશે. નોકરીમાં બઢતી મળશે આ વર્ષે તમને જેના લીધે તમારા સાથી કર્મચારીઓ પણ ખુશ થશે.

આ વર્ષે તમારી આર્થિક સ્થિતિ સારી રહેવાની છે. પૈસાને લઈને આ વર્ષે તમારે કોઈપણ જાતની ચિંતા કરવી પડશે નહીં. તમારે જ્યારે પણ પૈસાની જરૂર હશે ત્યારે તમારી પાસે કોઈપણ જગ્યાએથી સગવડ થઈ જશે. પૈસાને લઈને તમારું કોઈપણ કામ આ વર્ષે અટકશે નહીં. પ્રેમ સંબંધ માટે પણ આ વર્ષ અત્યંત સારું બની રહેવાનુ છે. સંબંધોમાં કોઈપણ પ્રકારની પરેશાની નહીં આવે. બંને એકબીજાના જીવનમાં પ્રેમના રંગો ભરી શકો છો, જે લોકો પ્રેમ સંબંધને લગ્નમાં પરિવર્તિત કરવા માંગે છે તેમના માટે આ વર્ષ સારું રહેશે.

વૃશ્ચિક :

આપના લગ્ન સ્થાનમા બેઠેલો ગુરુ પરિવારિક જીવનને સુખમય બનાવશે. આ વર્ષે તમારા જીવનમાં ઘણા યાદગાર પળો આવશે. મિત્રો અને પરિવાર સાથે વિદેશ પ્રવાસ થઈ શકે છે. આ વર્ષ તમારા માટે ખૂબ મોજ-મસ્તી વાળું બની રહેવાનુ છે. વૈવાહિક જીવન આ વર્ષે સામાન્ય રહેવાનુ છે. જીવનસાથી અને પરિવારનો પૂરો સહયોગ તમને આ વર્ષે મળી રહેશે. જો તમારી પત્ની ગર્ભવતી છે તો તમને આ વર્ષે પુત્ર પ્રાપ્તિ જરૂરથી થશે. તમારા અંગત જીવનમાં પણ સારો સમય પસાર કરી શકશો.

આ વર્ષે તબિયતનું ખાસ ધ્યાન રાખવું. બને ત્યાં સુધી બહારનું ખાવાનું ટાળવું. કરિયર માટે તમારું આ વર્ષ ખૂબ જ યાદગાર બની રહેશે. તમારા કરિયરને આ વર્ષે એક નવી જ દિશા મળશે જેના લીધે તમારું જીવન બદલાઈ જશે, જે ખૂબ જ લાભદાયક રહેવાનુ છે. નવી નોકરી માટે પ્રસ્તાવ મળી શકે છે જે સ્વીકારી લેવો લાભદાયક રહેશે. વ્યાપાર ધંધા માટે પણ આ વર્ષ લાભદાયક પસાર થવાનું છે. નવો ધંધો પણ વિકસાવી શકશો જે આગળ જઈને અઢળક ધન લાવી શકે છે.

આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે, આવક સારો વધારો થશે પરંતુ ખોટા ખર્ચાઓ માં ખર્ચ થઈ શકે છે માટે ખોટા ખર્ચાઓથી દૂર રહેવું. શોખ અને વૈભવ પાછળ આ વર્ષે ઘણો ખર્ચો થઈ શકે છે. પ્રેમ સંબંધ માટે થોડું સાંભળીને રહેવું, પાર્ટનર સાથે ગેરસમજ ઊભી થઈ શકે છે. જેના લીધે કદાચ સંબંધો તૂટી પણ શકે છે. કોઈ નવો સંબંધ પણ આ વર્ષે બંધાઈ શકે છે. આ વર્ષે તમને ખુબ જ પ્રેમ મળશે.

ધન :

આ વર્ષે તમારા માટે ખૂબ જ સુખમય પસાર થવાનું છે. બધી જ જગ્યાએથી તમને સારા સમાચારો જ મળી રહેશે. પરિવારમાં પણ તમારું માન ખૂબ જ વધશે, તમારા કામને લીધે તમે પરિવારના દરેક સભ્યો પર તમારી છાપ ઊભી કરી શકશો. આ વર્ષે પરિવાર તરફથી કોઈ સારી એવી ભેટ મળી શકે છે, જે તમારા માટે જીવનપર્યંત યાદગાર બની રહેશે.

વૈવાહિક જીવન આ વર્ષે તમારા માટે ખૂબ જ સારું રહી શકે છે. જીવનસાથી સાથે તમને યાદગાર પળો માણી શકો છો જે તમારા હ્રદયની એકદમ જ નજીક રહેશે. જીવનસાથી સાથે ફરવા જવાનો અવસર બની શકે છે. સંબંધોમાં મધુરતા વધશે જેના લીધે તમને એકબીજાની વધારે નજીક આવી શકશો અને સમજણમાં વધરો થશે.

કરિયર માટે આ વર્ષ સારું રહેશે, પોતાના કામોને જલ્દી પૂરા કરવાની કોશિશ કરશો, જેના લીધે તમને અપાર સફળતા પણ મળશે. બૅન્કિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રમાં પણ સારી એવી સફળતા મળી શકે છે. વ્યાપાર અને ધંધામાં ખૂબ જ સાચવીને આગળ વધવું, મોટી નુકશાની થવાની શક્યતાઓ રહેલી છે. સમજી વિચારીને આગળ વધશો તો આ નુકશાનીને ટાળી શકશે.

આર્થિક સ્થિતિ આ વર્ષે સારી બની રહેશે. અટવાયેલા નાણાં પરત આવી શકે છે, નિર્ણયો ખૂબ જ વિચારીને લેવા, ઉતાવળમાં લીધેલો નિર્ણય તમને પરેશાની આપી શકે છે. કોઈપણ પ્રકારના વેપાર કે નોકરીના અવસરને છોડવો નહીં, તેના લીધે તમને આર્થિક નુકશાન થઈ શકે છે.

આ વર્ષે તમારી લવ લાઇફ ખૂબ જ સુંદર પ્રેમાળ રહેશે. તમારા જીવનમાં આવેલ નવા વ્યક્તિ સાથે તમે ખૂબ જ સારો સમય પસાર કરી શકો છો. તમને એ જીવનની દરેક ખુશીઓ આપી શકશે. પ્રેમ સંબંધોમાં નજીકતા બનાવી રાખવી, જે તમને જીવનના યાદગાર પળો આપી શકશે.

મકર :

આ વર્ષે તમને પરિવાર તરફથી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. પરિવારના કોઈ સદસ્યને ગંભીર બીમારી થઈ શકે છે. રોજિંદા કામોમાં વધારો થઈ શકે છે. તમે પરિસ્થિતિને સારી બનાવવાની કોશિશ કરશો પણ એવું બની શકશે નહીં. પરિવારમાં વિવાદ અને ગેરસમજનું વાતાવરણ રહેશે, જેના લીધે પરિવારનું વાતાવરણ તંગ બની રહશે.

સમગ્ર વર્ષ દરમ્યાન વૈવાહિક જીવન સારું બની રહેશે, જુલાઇ બાદ લગ્નજીવનમાં નવો જ ઉત્સાહ બની રહેશે. બીજા સંતાનની પણ આશાઓ બની શકે છે. જીવનસાથીનો પણ મહત્વપૂર્ણ સહયોગ આ વર્ષે પ્રાપ્ત થશે. ગેરસમજોને દૂર કરવામાં મદદ મળી શકે છે. આ વર્ષે પેટ અને સાંધાના દર્દોની તકલીફ થઈ શકે છે, આ વર્ષે આ સિવાય કોઈ પરેશાની કરવાની જરૂર નથી.

કરિયર માટે આ વર્ષ સુવર્ણ બની રહેશે. માર્ચ પછી પરિસ્થિતિઓમાં સુધારો આવતો જણાશે. તમારી મહેનતનુ પૂર્ણ ફળ તમને આ વર્ષે મળી રહેવાનુ છે માટે મહેનત કરવાની ચાલુ રાખવી. તમારી મહેનત આ વર્ષે તમને સફળતાના શિખરો સર કરવી શકે છે. માટે આ વર્ષે મળતા દરેક અવસરોને સફળતામાં પરિવર્તિત કરી લેવા.

૨૦૧૯માં તમારી લવ લાઇફ પરેશાનીઓથી ભરેલી રહેવાની છે. તમારું ધ્યાન બીજી જગ્યાઓ પર ભટકી શકે છે જેના લીધે તમારા પ્રેમ સંબંધોમાં તણાવ ઉતાન્ન થઈ શકે છે. સમજદાર બનવાની કોશિશ કરો નહિતર તેનું પરિણામ તમારે ભોગવવું પડશે.

કુંભ :

પરિવારિક જીવન આ વર્ષે તમને ખૂબ ખુશીઓ આપી શકે છે. પરિવારના દરેક સદસ્યોના હ્રદયમાં તમારા પ્રત્યે માન અને સન્માન ખૂબ જ વધવાના છે. પરિવારના સભ્યો તમને તમારા કામ બદલ આભાર માનશે અને તમારી પ્રશંસા કરશે. સંતાનો તરફથી થોડી પરેશાનીઓ બની શકે છે, સાંભળીને નિર્ણયો લેવા.

વૈવાહિક જીવનમાં નાની મોટી પરેશાનીઓ આવી શકે છે પરંતુ સમજણથી કામ લઈને તેને ટાળી શકશે માટે ગભરાવવાની જરૂર નથી. જીવનસાથી તરફથી કોઈ મોટી ભેટ મળી શકે છે જેને તમે જીવનભર યાદગાર બનાવી શકશો. જીવનસાથી તરફથી તમને લાગણી અને પ્રેમમાં વધારો થશે.

આ વર્ષે તબિયતને લઈને થોડી ચિંતા રહેશે. વાતાવરણ પરિવર્તનને લીધે તમારી તબિયતમા થોડી તકલીફો ઊભી થઈ શકે છે. માટે થોડું સાંભળીને રહેવું સમયસર ચાલી રહેલી દવા લેતી રહેવી. નોકરી અને ધંધા માટે આ વર્ષ ખૂબ જ પરેશાનીઓથી ભરેલું રહેવાનુ છે. નોકરીમાં તમારા કામથી અસંતુષ્ઠી બની શકે છે, જેના લીધે ઉપરી અધિકારી તરફથી સંભાળવું પડી શકે છે. ધંધામાં મોટી ખોટ જવાની શક્યતાઓ બની રહી છે, જેથી દરેક નિર્ણય સમજી વિચારીને લેવો.

પ્રેમ સંબંધ માટે આ વર્ષ ઉતમ રહેશે. જે લોકો સિંગલ છે તેમણે આ વર્ષે તેમનો પ્રેમ મળી શકે છે. આખુ વર્ષ તમને ખૂબ જ પ્રેમ મળી રહેવાનો છે. સંબંધોમાં ગેરસમજ ના ઊભી થાય તેનું ખાસ ધ્યાન રાખવું. એકબીજા પ્રત્યે શારીરક આકર્ષણમાં વધારો થઈ શકે છે.

મીન :

પરિવારિક સુખ શાંતિ રહેશે, પરિવારના સભ્યો તરફથી ખૂબ જ સહયોગ મળી રહેવાનો છે. છતાં પણ મનમાં કોઈ ખોટ વર્તાતી જણાશે. ભાડાના મકાનમાંથી ઘરના મકાનમાં જઈ શકો છો. સંતાનો તરફથી થોડી ચિંતા અને મુશ્કેલીઓમાં વધારો થતો જણાશે. વૈવાહિક જીવન થોડું પરેશાનીઓથી ભરેલું રહેવાનુ છે. માર્ચ બાદ વૈવાહિક જીવનમાં થોડી પરેશાનીઓ આવી શકે છે, નિર્ણયો સમજી વિચારીને લેવા નહિતર પસ્તાવાનો સમય આવી શકે છે.

તબિયતને લઈને આ વર્ષે ચિંતા કરવાની જરૂર નથી. જૂન બાદ તબિયતનું ધ્યાન રખવાનું જરૂર છે. યૌન સંબંધિત બીમારી થઈ શકે છે માટે એ બાબતથી ખાસ ધ્યાન રાખવું. કરિયર માટે આ વર્ષ ખૂબ જ ઉતમ રહેવાનુ છે. સાથી કર્મચારીઓ તરફથી ખૂબ જ સાથ અને સહકાર મળી રહેશે. સાથો સાથ ઉપરી અધિકારી તરફથી પણ સારો એવો સાથ અને સહકાર મળી રહેવાનો છે.

વેપારમાં લઈને તમને ખાસ કઈ લાભ રહેવાના નથી. આ વર્ષે તમે વેપારને લઈને ઘણા બધા પ્લાન બનાવશો પણ તેમાં સફળતા મળી શકશે નહીં. વેપાર ધંધામાં તમે જેવુ વિચરશો તેવું બની શકશે નહીં. પરિવારના કોઈ સભ્ય પાસેથી નાણાકીય સહાય લેવી પડી શકે છે. વર્ષના મધ્યભાગ બાદ આર્થિક સ્થિતિમાં થોડો સુધારો થતો જણાશે. કોઈપણ નિર્ણયો શાંતિથી વિચારીને લેવા, ઉતાવળમાં લીધેલ નિર્ણય પરેશાની આપી શકે છે

આ વર્ષે તમારી લવ લાઇફ સારી રહેવાની છે. પ્રેમ સંબંધને લઈને તમારો સારો સમય ચાલી રહેલો છે. કોઈ અંગત વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે જેના માટે તમને ખૂબ જ પ્રેમ હશે. નવા સંબંધોની શરૂઆત થઈ શકે છે, પરંતુ તમારા સ્વભાવને લીધે તમારે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. નવા સંબંધમાં શારીરિક આકર્ષણ થઈ શકે છે, પરંતુ એ ફક્ત શારીરક આકર્ષણ જ છે પ્રેમ નથી માટે થોડું સાંભળીને રહેવું.

અમારી પોસ્ટ સૌથી પહેલા વાંચવા માટે ફેસબુકમાં બતાવેલ સ્ટેપ પ્રમાણે સૌ પ્રથમ Visit Group ની બાજુના ત્રણ ડોટ પર ક્લિક કરો, ત્યારબાદ Following પર ક્લિક કરો અને પછી See First પર ક્લિક કરો. શાયરી તથા સુવિચાર વાંચવા માટે ફેસબુકમાં અમારા પેજ નિ:શબ્દ પ્રેમ તથા પ્રેમનો પાસવર્ડ જરૂરથી લાઇક કરી લેજો.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here