૨૦૧૯ થી ૨૦૨૨ નો સમય આ રાશિઓ માટે રહેશે અત્યંત શુભ અને લાભકારી, જાણો તમારી રાશિ છે કે નહીં

0
19141

રાશિનો પ્રભાવ વ્યક્તિના સ્વભાવ પર પણ પડે છે. કઈ રાશિ વાળા વ્યક્તિનો સ્વભાવ કેવો હશે તે રાશિ પરથી નક્કી કરી શકાય છે. અને આ વાતની સાબિતી તમને જ્યોતિષ શાસ્ત્રમાં મળી રહે છે. દરેક રાશિઓની પોતાની ખૂબીઑ અને ખામીઓ હોય છે. વ્યક્તિની રાશિ તેના જન્મ સમયે રહેલી ગ્રહોની સ્થિતિના આધારે નક્કી થાય છે.

ગ્રહોના પરીવર્તનથી અસર વ્યક્તિના જીવન પર દેખાય છે. ગ્રહોના આ પરીવર્તનને કારણે વ્યક્તિના જીવનમાં પણ ઉતાર ચઢાવ આવતા હોય છે. અમુક સમયે ગ્રહોની ચાલને કારણે કોઈ વ્યક્તિના જીવનમાં અચાનક જ બદલાવ આવવા લાગે છે એ બદલાવ ઘણીવાર સારા હોય છે અને ઘણીવાર ખરાબ પણ હોય શકે છે.

2019 to 2022_04

વ્યક્તિના જીવનમાં સારા સામાની શરૂઆત થાય અને નસીબ ચમકવા લાગે તો પણ એ ગ્રહોની સ્થિતિના હિસાબે હોય છે અને ક્યારેય એવું પણ બને કે ખૂબ જ મહેનત કરવા છતાં પણ તકલીફોનો સામનો કરવો પડે છે. આ બધુ ગ્રહોની સ્થિતિના કારણે થાય છે.

૨૦૧૯ થી લઈને ૨૦૨૨ નો સમયગાળો ખૂબ જ ઉતમ રહેવાનો છે, તેમાં પણ અમુક રાશિઓ માટે તો આ સમય ખૂબ જ ફાયદાકારક અને ધનલાભ માટે ઉતમ રહેવાનો છે. આ સમયમાં અમુક લોકોની કિસ્મત ચમકવા લાગશે એ તેઓ પર ધનવર્ષાના યોગ નબી રહ્યા છે. તો આવો જાણીએ એ રાશિઓ વિશે.

Makar

મકર : ગ્રહો અને નક્ષત્રોના પરીવર્તનથી મકર રાશિના જાતકોને આ સમયમાં વેપાર અને ધંધામાં ખૂબ ફાયદાકારક રહેશે તેવા સંકેતો છે. નવા ધંધાનું પણ આયોજન થઈ શકે છે, જો આવું થાય તો કોઈપણ જાતના સંકોચ વગર આગળ વધવું, કારક કે આ સમયમાં જે કઈ પણ કરશો તે બધુ જ આગળ જતાં ફાયદામાં રહેશે. તમારી મહેનતનુ પૂરેપુરું ફળ તમને આ સમયમાં મળી રહેશે. ધન પ્રાપ્તિ માટેના અનેક રસ્તાઓ તમને આ સમયમાં દેખાશે જેને એક ઉતમ તક મણિ તેનો લાભ લેવો.

Vrushchik

વૃશ્ચિક : આ સમયમાં વૃશ્ચિક રાશિના જાતકોમાં નોકરિયાત વર્ગના લોકોને હોદ્દામાં બઢતી અને પ્રગતિના યોગ બની રહ્યા છે. વિદેશ પ્રવાસનું આયોજન આ સમયમાં થઈ શકે છે. પ્રેમ સંબંધો માટે આ સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે. સંબંધોમાં મીઠાશ આવશે અને લાંબા સમય સુધી સંબંધો જળવાઈ રહેશે. કોઈ નવા વેપારનું આયોજન કરી રહ્યા છો તો અવશ્ય થી કરો કેમ કે આ સમયમાં તમને તમારી મહેનતનુ ફળ ચોક્કસ મળી રહેશે અને લક્ષ્મીજી તમારા પર મહેરબાન રહેશે.

Sinh

સિંહ : આ રાશિના જાતકોને અચાનક અને અણધાર્યો લનલાભ થવાનો છે. આમ પણ સિંહ રાશીને તમામ રાશિઓમાં સૌથી વધારે ભાગ્યશાળી માનવમાં આવે છે. તમારા અટવાયેલા તમામ કાર્યો આ સમયમાં પૂર્ણ થઈ જશે. પતિ-પત્નીના સંબંધો તથા પ્રેમ સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે તથા ગેરસમજો પણ આ સમયમાં જરૂરથી દૂર થશે. વેપાર તથા ધંધા માં અચાનક જ વૃધ્ધિ થતી દેખાશે અને કુબેર મહારાજની કૃપા તમારા પર આ સમયમાં ખૂબ જ વરસવાની છે.

Mesh

મેષ : આ રાશિના જાતકોને આવનારા આ વર્ષોમાં વાહન ખરીદીના યોગ બની શકે છે. વિદ્યાર્થી મિત્રોને આ સમયમાં મહેનતનુ પરિણામ મળી રહેશે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી તરફથી પોતાના કામની પ્રસંશા મળશે તેમજ પોતાના મિત્ર વર્તુળમાં નામના વધશે. આ રાશિના જાતકોનો ખરાબ સમય આવે પૂર્ણ થઈ રહ્યો છે એટલે આવનાર વર્ષોમાં ધંધા તથા રોજગારમાં ધનના ખુબ જ યોગ બનવાના છે. આ સમયમાં મેષ રાશિના જાતકો જે જગ્યાએ પણ મહેનત કરશે એ દરેક જગ્યાએથી ધનવર્ષા થશે અને લક્ષ્મીજી તેમના પણ ધન વર્ષા કરશે.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here