૨૦૧૯માં જો શનિદોષ થી બચવા માંગો છો તો આ ઉપાય જરૂરથી કરજો, કુબેર મહારાજ વરસાવશે ધનવર્ષા

0
968

તમારા માટે ૨૦૧૮નું વર્ષ કેવું રહ્યું? જો આ વર્ષ તમારા માટે સારું નહોતું રહ્યું તો અને જો તમે ઇચ્છો છો કે આવનારું ૨૦૧૯ વર્ષ તમારા માટે શુભ નીવડે તો તેના માટે શનિદેવની પુજા કરીને શનીદેવ ઉપરાંત ધનના દેવતા કુબેર મહારાજને જરૂરથી ખુશ કરી દેજો. તેમને ખુશ કરવા માટેના ઉપાયો અમે તમને અહી જણાવીશું. શનિદેવના પ્રભાવમાંથી પણ મુક્તિ આપવી દેશે જેના લીધે તમારું આવનારું વર્ષ ખૂબ જ સુખાકારી નીવડશે.

ઘરના મંદિરમાં શનિયંત્રની સ્થાપના કરવી અને તેની નિયમિત રીતે દરરોજ સવારે પૂજા કરવી, આમ શનિયંત્રની પૂજા કરવાથી શનિદેવની કૃપા તમારા સમગ્ર પરિવાર પર કાયમ માટે રહેશે અને ક્યારેય પણ કોઈ ધનને લગતી મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે અને તમારું આવનારું વર્ષ લાભદાયક નીવડશે.

શનિવારના દિવસે સવાર તથા સાંજના સમયે કાળા કુતરા, કાળી બિલાડી અને વાંદરાઓને દૂધ અને ફળો ખવડાવવા. શનિવારના દિવસે કાળા ઘોડાની નાળની વીંટી બનાવીને પહેરવી આવું કરવાથી પણ તમારું સૂતેલું ભાગ્ય જાગી ઉઠશે અને તમારું આવનારું વર્ષ લાભદાયક નીવડશે.

સૂર્યાસ્ત બાદ અને સૂર્યોદય સમયે હનુમાનજીની પુજા કરવી. પૂજામાં સિંદુર અને તેલનો ઉપયોગ કરવો. શનિવાર તથા મંગળવારના દિવસે શનિદેવના નામોના જાપ કરવા. શનિવારના દિવસે વહેલી સવારે સૂર્યોદય પહેલા સુંદરકાંડના પાઠ કરવા. કાળી ગાયની સેવા પૂજા કરવાથી શનીદેવ અત્યંત પ્રસન્ન થાય છે.

કાળી ગાયને પોતાના હાથથી રોટલી ખવડાવવી, આ ઉપરાંત ગાયને ગોળ પણ ખવડાવવો, સાથે એ વાતનું ધ્યાન રાખવું કે ગાયને ગોળ ખવડાવતા સમયે ગાય તમારી હથેળી ચાટી શકે એ રીતે ગોળ ખવડાવવો. આવું કરવાથી ગ્રહ પીડા માંથી મુક્તિ મળે છે અને શનિદોષ માંથી પણ મુક્તિ મળે છે.

થોડા કાળા ચણાને રાત્રે પલાળી દો, સવારે આ પલાળેલા ચણાને સ્નાન કરીને શનિદેવની પૂજા કરી, ચણાનો તેમને ભોગ ધરાવીને એ ચણાના ત્રણ ભાગ કરીને, એક ભાગ ભેંસને ખવડાવી દો, બીજા ભાગને કોઈ રોગી વ્યક્તિને ખવડાવી દો અને ત્રીજા ભાગના ચણાને પોતાના માથા પરથી ઉતારી કોઈ ખુલ્લી અને સુમસાન જગ્યા પર મૂકી આવો.

કાળા દોરાને શનિવારના દિવસે હનુમાન ચાલીસના પાઠ કરીને જમણા હાથ પર બાંધી લેવો, આવું કરવાથી શનિનો પ્રભાવ દૂર થાય છે અને તમારી દરેક સમસ્યાનો અંત આવી જાય છે. શનિદેવને પ્રભાવિત કરવા માટે તમારે માંસ અને શરાબનું સેવન ના કરવું જોઈએ.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here