૨૦૧૯માં આ રાશિઓ રહેશે ખૂબ જ નસીબદાર, પૈસાની નહીં થાય આખું વર્ષ અછત

0
4060

નવા વર્ષની સવાર ખૂબ જ નજીક આવી ચૂકી છે અને સમગ્ર દુનિયા તેનું સ્વાગત કરવા તૈયાર બેઠી છે. ૨૦૧૮નું વર્ષ તો જતું રહ્યું પણ હવે આવગરું ૨૦૧૯નું વર્ષ હવે કેવું જશે એ વાત દરેકના મનમાં હોય છે. આવનારા વર્ષમાં શું વેપાર ધંધો સારો રહેશે, નોકરીમાં પ્રગતિ થશે, અટવાયેલા કામો પાર પડશે, લગ્ન થશે કે નહીં? આવા ઘણા સવાલો મનમાં હોય છે. તો ચાલો અહી તમને રાશિ પ્રમાણે આવનારું વર્ષ કેવું રહેશે એ જણાવીએ.

મેષ (અ.લ.ઈ) : મેષ રાશિના જાતકો માટે ૨૦૧૯નું વર્ષ મિશ્રિત રહેશે. આ વર્ષે તમને લાભ થવાના યોગ છે અને સાથો સાથ નુકશાન પણ થઈ શકે છે. આ રાશિના જાતકોએ નોકરી અને વેપાર સંબંધિત નિર્ણયો સમજી વિચારીને લેવા પડશે. આ વર્ષે તમને થોડી આર્થિક તંગીનો પણ સામનો કરવો પડી શકે છે. એપ્રિલ, મે અને જુલાઇ મહિનો તમારા માટે લાભદાયક રહેશે.

વૃષભ (બ.વ.ઉ) : આ રાશિના જાતિ માટે ૨૦૧૯ ઘણા જ ઉતાર ચઢાવો વાળું સાબિત થવાનું છે. ૨૦૧૯માં તમારા ખર્ચાઓમાં વધારો થવાની સંભાવના છે. આ વર્ષમાં બીમારીને લઈને હોસ્પીટલમાં પણ દાખલ થવું પડી શકે છે. શરૂઆતના ૩-૪ મહિનામાં સારી આવક થવાની સંભાવના છે, પછી ના સમયમાં થોડું ધ્યાન રાખીને ચાલવું.  નોકરી તથા વેપારમાં પ્રગતિ થવાના યોગ છે આ વર્ષમાં. પ્રેમ સંબંધોમાં સાચવીને ચાલવું, મતભેદ થઈ શકે છે.

મિથુન (ક.છ.ઘ) : આ વર્ષ મિથુન રાશિના જાતકો માટે ખુશખુશાલ બની રહેવાનુ છે. ધનની દ્રષ્ટિએ આ વર્ષ ખૂબ જ લાભદાયક રહેશે. આ વર્ષમાં તમને આવકના નવા સ્ત્રોત ઊભા થશે અને મહેનત પ્રમાણે તમને ફળ મળી રહશે. આ વર્ષમાં વેપાર અને નોકરીમાં સ્થાન બદલવાના યોગ બનવાના છે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે.

કર્ક (ડ.હ) : આ રાશિના જાતકો માટે શરૂઆતનો સમય થોડો તકલીફ અને મુશ્કેલીઓથી ભરેલો રહેશે ત્યારબાદ સમગ્ર વર્ષ ખૂબ જ લાભદાયક બની રહેવાનુ છે. મનથી ધરેલા દરેક કાર્યોમાં સફળતા મળી રહેશે. વર્ષના મધ્યમાં આર્થિક સ્થિતિ ખૂબ જ સારી સ્થિતિમાં આવતી જણાશે. વેપાર અને ધંધામાં પણ ખૂબ જ સફળતા મળી રહેશે. વૈવાહિક અને પ્રેમ સંબંધમાં ગેરસમાજના પ્રસંગો બની શકે છે માટે જાળવીને રહેવું.

સિંહ (મ.ટ) : આવનારું વર્ષ સિંહ રાશિના જાતકો માટે સામાન્ય રહેશે. પરિવારના સભ્યો સાથે મતભેદ થઈ શકે છે પરતું સમય જતાં બધુ જ બરાબર થઈ જશે. વર્ષના મધ્ય ભાગમાં થોડી નુકશાનીનો સામનો કરવો પડશે. જમીન સંબંધી નિર્ણયો લેતા પહેલા થોડું વિચારી લેવું. વૈવાહિક જીવન સુખમય રહેશે. પ્રેમ સબંધમાં નવા સંબંધો બંધાઈ શકે છે. સંબંધોમાં ઉષ્મા રહેશે.

કન્યા (પ.ઠ.ણ) : આ રાશિના જાતકોને વર્ષની શરૂઆત આ ઘણા સારા સમાચારો મળી શકે છે. લગ્નના યોગ પણ આ વર્ષમાં બની રહ્યા છે, સારો જીવનસથી આ વર્ષમાં તમારા જીવનમાં પ્રવેશ કરશે. વર્ષના અંત સમયમાં થોડી તકલીફો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પોતાની સમજદારીથી તમે દરેક પરિસ્થિતિને સાંભળી શકશો.

તુલા (ર.ત) : આ વર્ષ તુલા રાશિના જાતકો માટે કુબેરનો ખજાનો લઈને આવવાનું છે. આ વર્ષના તમને નોકરી ધંધામાં અપાર ધન મળવાની શક્યતાઓ બને છે. આ વર્ષ તમારા માટે ભાગ્યોદય વાળું બની રહેશે. ધંધા વ્યવસાયને લઈને વિદેશ પ્રવાસ પણ થઈ શકે છે. નવા ધંધા માટેના યોગ પણ બની રહ્યા છે. વૈવાહિક અને પ્રેમ સંબંધમાં થોડો અણબનાવ થઈ શકે છે માટે સમજણ કેળવવી.

વૃશ્ચિક (ન.ય) : આ રાશિના જાતકો માટે આ વર્ષ સુખમય રીતે પસાર થશે. મકાન ખરીદીના યોગ બની રહ્યા છે આ વર્ષમાં. તમારા પાર્ટનર તરફથી તમને ખૂબ જ સહયોગ મળશે. નોકરીમાં બદલાવ થઈ શકે છે પણ આ બદલાવ તમારા માટે લાભદાયક રહેશે. અગત્યના નિર્ણયો સમજી વિચારીને લેવા. પ્રણય સંબંધોમાં મતભેદ થઈ શકે છે, સમજદારીથી કામ લેવું નહિતર સંબંધો બગડી પણ શકે છે.

ધન (ભ.ધ.ફ.ઢ) : આ રાશિના જાતકો માટે આ ૨૦૧૯નું વર્ષ સંઘર્ષમય બની રહેશે. આ વર્ષે તમને જરા પણ નસીબનો સાથે નહીં મળે. આ વર્ષમાં વાહન ખરીદી માટેના યોગ બની રહ્યા છે. આ વર્ષે ખર્ચ માં પણ વધારો થવાની શક્યતાઓ છે. ૨૦૧૯માં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવા પડી શકે છે.

મકર (જ.ખ) : આ વર્ષમાં મકર રાશિના જાતકો માટે ખૂબ જ સારું રહેવાનુ છે. આ વર્ષમાં તમારી આર્થિક સ્થિતિ મજબૂત થવાની છે. વેપાર અને ધંધા માટે નવા રસ્તાઓ ખુલશે, નવી તકોનું સર્જન થશે. આ વર્ષમાં તમારા અટવાયેલા નાણાં તમને પરત મળશે. વૈવાહિક જીવનમાં ખૂબ જ સુખમય જશે, સંતાન પ્રાપ્તિ આ વર્ષે થઈ શકે છે.

કુંભ (ગ.શ.સ) : આ વર્ષે કુબેર મહારાજ અને લક્ષ્મી માતાજી તમારા પર ખૂબ જ મહેરબાન રહેવાના છે. ધંધાની નવી તકો ઊભી થશે, તેના લીધે આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે. વર્ષની શરૂઆત થી લઈને અંત સુધી સમગ્ર વર્ષ દરમ્યાન તમારે ક્યારે પણ નાણાની અછતનો સામનો નહીં કરવો પડે. ઘર માટે નવા સાધન સંપન્ન ખરીદી શકશો. પ્રેમ સંબંધમાં થોડું જાળવીને ચાલવું, મતભેદ થઈ શકે છે.

મીન (દ.ચ.જ.થ) : આ વર્ષ તમારા માટે થોડું સંઘર્ષમય રહેશે. પૈસાની બચત કરીને રાખવી જેથી કરીને તકલીફના સમયમાં તેનો ઉપયોગ કરી શકાય. વર્ષની શરૂઆતમાં થોડો સમય સારો રહેશે પણ ત્યારબાદનો સમય મુશ્કેલીઓથી ભરેલો રહેશે. કોઈપણ નિર્ણય લેતા પહેલા બધી જ બાબતો વિચારીને કોઈ નિર્ણય લેવો.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here