કોઈએ સાચું જ કહ્યું છે કે પ્રેમ આંધળો હોય છે. જ્યારે વ્યક્તિને પ્રેમ થાય છે ત્યારે તે એના માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. ત્યારે ન તો ઉંમરની કોઈ ચિંતા હોય છે કે દુનિયા અને રીતિરીવાજો ની કોઈ પરવાહ રહેતી નથી. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેને જાણીને દરેક આશ્ચર્યચકિત થઇ જાય છે.
આ કિસ્સો અમેરિકાના મિયામી શહેરનો છે. જ્યાં ૨૦ વર્ષની યુવતીએ તેનાથી ૩૦ વર્ષ મોટા વ્યક્તિ સાથે પ્રેમ થઈ ગયો હતો. આ પ્રેમનો નશો એવો જડયો કે તે યુવતી બધા જ બંધનો તોડીને ખૂબ જ આગળ નીકળી ગઈ. ઇસાબેલા સેંજ (૨૦ વર્ષીય) ને જોસેફ કોનર (૫૩ વર્ષીય) નામના યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. આ પ્રેમમાં પહેલી મુલાકાતમાં જ તેઓ બંને એક થઈ ગયા હતા. મુલાકાતના એક મહિનામાં જ તેઓ એટલા નજીક આવી ગયા કે યુવતી ગર્ભવતી થઈ ગઈ હતી. ફક્ત એટલું જ નહીં પરંતુ પાછલા વર્ષે તેણે એક બાળકને પણ જન્મ આપ્યો.
આ દરમિયાન યુવતીના પરિવારે તેમના પ્રેમનો વિરોધ કર્યો અને તેને સમજાવવાની કોશિશ કરી પરંતુ તે યુવતીએ કોઈની વાતને ગણકારી નહીં. ઇસાબેલા સેંજ કહે છે કે અવારનવાર જ્યારે તે પોતાના પતિ સાથે બહાર જાય છે ત્યારે લોકો તેને અજીબ નજરોથી જોવે છે. ઘણીવાર લોકોને એવું લાગે છે કે જોસેફ મારા પિતા છે.
પરંતુ જ્યારે અમે તેમને હકીકત થી અવગત કરાવીએ છીએ ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ જાય છે. ઘણીવાર અમે મજા લેવા માટે આ પણ કહી દઈએ છીએ. ચેન્જ કહે છે કે તે પોતાની લાઇફને લઇને ખૂબ જ ખુશ છે.
તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.
(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક
કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.