૧ લી જાન્યુઆરીથી આ ફોનમાં કામ નહીં કરે વોટ્સઅપ

0
1310

આજે દરેક વ્યક્તિના મોબાઇલ વોટ્સઅપ તો હોય જ છે, ભાગ્યે જ એવ વ્યક્તિઓ જોવા મળે છે જેમના મોબાઇલમાં વોટ્સઅપ ના હોય. વોટ્સઅપ અત્યારે દરેક વ્યક્તિ માટે શોખ ઉપરાંત જરૂરિયાત બની ગયું છે. નાના મોટા દરેક કામને સરળ બનાવી આપે છે, અત્યારે કોઈ કામ એવું નહીં હોય જે વોટ્સઅપ પર નહીં થતું હોય.

આજની તારીખમાં પણ લોકો સવારે ઉઠતાની સાથે જ પહેલા મોબાઇલ હાથમાં લે છે અને પોતાનું વોટ્સઅપમાં આવેલા મેસેજ ચેક કરે છે. પરંતુ ક્યારેય એવું થાય કે તમારી જિંદગીમાંથી વોટ્સઅપ ચાલ્યું જાય તો કેવું થાય? વિચારીને જ અજીબ લાગે છે ને? પરંતુ આ હકીકતમાં થવાનું છે.

૧ લી જાન્યુઆરી ૨૦૧૯ ના રોજ થોડા ડિવાઇસ પર વોટ્સઅપ કામ નહીં આપે. વોટ્સઅપ દ્વારા વિતેલા થોડા વર્ષોમાં પોતાની એપ્લિકેશન ખૂબ જ અપડેટ કરી છે અને તેમના કેટલાક અપડેટ ઘણા એડવાંસ કેટેગરીમાં છે જે જૂની ઓપરેટિંગ સિસ્ટમમાં ચાલતા ડિવાઇસને સપોર્ટ નહીં કરે. તો ચાલો તમને જણાવીએ કે એ ક્યાં ફોન છે જેમાં ૧ લી જાન્યુઆરી ૨૦૧૯ થી વોટ્સઅપ કામ નહીં કરે.

૩૧ ડિસેમ્બર ૨૦૧૮ બાદથી વોટ્સઅપ નોકિયા S40 સિરીજના ફોન પર કામ નહીં કરે. વોટ્સઅપમાં આવતા રેગ્યુલર અપડેટને કારણે ઘણા ઓપરેટિંગ સિસ્ટમે તેને સપોર્ટ કરવાનું બંધ કરી દીધું હતું. iPhone 3GS, iOS 6, નોકિયા સિંબિયન S60 જેવા ફોન પર હવે વોટ્સઅપ કામ નહીં કરે.

જો તમે વોટ્સઅપ નો ઉપયોગ કરવા ઈચ્છો છો તો તમારી પાસે એનડ્રોઇડ 4.0 અથવા તો તેની ઉપરના વર્ઝન પર અપડેટ કરવું પડશે. આ સિવાય તમારે iPhone ઉપયોગ કરવા માટે iOS 8 અથવા તો તેની ઉપરના વર્ઝન પર અપડેટ કરવું પડશે. હવે જો વાત વિન્ડોસ ફોન ની કરવામાં આવે તો તમારે વિન્ડો 8.1 અથવા તો તેની ઉપરના વર્ઝન પણ અપડેટ કરવું પડશે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here