૧૨માં ધોરણની વિદ્યાર્થીનીને એક દિવસ માટે બનાવવામાં આવી કમિશ્નર, કારણ જાણીને ગર્વ થશે

0
4030

તમે લોકોએ અનીલ કપુરની “નાયક” ફિલ્મ જોઇ હશે. તે આ ફિલ્મમાં તેઓ એક દિવસ માટે મુખ્યમંત્રી બને છે. હકીકતમાં પણ આવું જ કંઈક બન્યું છે પરંતુ તેની કહાની થોડી અલગ છે. ૭મી મે ના રોજ ISC (ઇન્ડિયન સ્કૂલ સર્ટીફીકેટ) બોર્ડ ના બારમા ધોરણના પરિણામ જાહેર થયા.

તેમાં રિચા શર્મા નામની વિદ્યાર્થીનીએ ૯૯.૨૫% ગુણ પ્રાપ્ત કર્યા. આટલા ગુણ સાથે તે દેશની ચોથી અને રાજ્યની ટોપર બની ગઈ છે. રિચા શર્મા ને સન્માનિત કરવા માટે “કોલકત્તા પોલીસ વિભાગ” દ્વારા તેને એક દિવસ માટે ડેપ્યુટી કમિશનર ની જવાબદારી સોંપવામાં આવી.

કોલકત્તા પોલીસે કર્યું સન્માન

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, રિચા શર્મા, “જી.ડી. બિરલા સેન્ટર ફોર એજ્યુકેશન” સ્કુલની વિદ્યાર્થીની છે. મંગળવારના તેના ISC ના પરિણામો આવ્યા, જેમાં તેને ૯૯.૨૫% ગુણ પ્રાપ્ત થયા.

પિતા છે એડિશનલ ઓફિસર

રિચા શર્મા ના પિતા રાજેશ સિંહ ગરિયાહાત થાણાના એડિશનલ ઓફિસર ઇન ચાર્જ છે. રિચા શર્માને જયરે એવું પૂછવામાં આવ્યું કે શું તેના પિતા માટે કોઈ આદેશ છે, કારણ કે તે એક દિવસ માટે તેમની પણ બોસ છે. તેના જવાબમાં રિચાએ કહ્યું, “હું તેમને જલ્દી ઘરે પરત આવવા માટેનો આદેશ આપીશ.”

ભવિષ્ય વિશે પૂછતા રિચા એ જણાવ્યું હતું કે આગળનો અભ્યાસ તે ઇતિહાસ અને સમાજશાસ્ત્રમાં કરવા માંગે છે. સાથોસાથ તે UPSC ની પરીક્ષા વિશે પણ વિચારી રહી છે. આ સમગ્ર ઘટના વિશે રિચા ના પિતા કહે છે કે, “હું પોતાની ખુશી વ્યક્ત નથી કરી શકતો. એક દિવસ માટે તે મારી બોસ છે. તેણે મને જલ્દી ઘરે આવવા માટેનો આદેશ કર્યો છે, જેને આજે હું જરૂર પૂરો કરીશ.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here