૧ કરોડની લાંચને ઠોકર મારીને BSF જવાને પકડી પાકિસ્તાનથી આવેલી ૨૦૦ કરોડની ડ્રગ્સ, દરેક કરે છે સલામ

3
14931

દેશની સરહદ પર હંમેશા નશાના સૌદાગરો સક્રિય રહે જ છે, પછી એ પંજાબ હોય કે રાજસ્થાન કે પછી હોય જમ્મુ કાશ્મીર. હકીકતમાં પોલિસ અને BSFએ જમ્મુ કાશ્મીરમાં એક સરહદ પાસે નશાનો એક મોટો જથ્થો પકડી પડ્યો છે. સંયુક્ત કાર્યવાહીમાં ટ્રક દ્વારા મોકલવામાં આવી રહેલ ૨૦૦ કરોડની હેરોઇન અને બ્રાઉન સુગર પકડી પાડવામાં આવી હતી. ટ્રક ડ્રાઇવરને ગિરફતાર કરી લેવામાં આવેલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રક ડ્રાઇવર દ્વારા BSF જવાનને ૧ કરોડની રિશ્વત દેવાની વાત કરવામાં આવી હતી પરંતુ તેણે લેવાની મનાઈ ફરમાવી દીધી હતી.

BSF જવાને કહ્યું હતું કે તેણે ૧ કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી પરંતુ રૂપિયાની મોટો દેશ છે. એક કરોડ લઈને તે દેશના યુવાનોની જિંદગી જોખમમાં મૂકવા નહોતો માંગતો. તમને જણાવી દઈએ કે પોલિસ અને સુરક્ષાબાળો દ્વારા સીમા પર આવનારા નશાકારક પદાર્થો ની અવર જવર પર સમયે સમયે અભિયાન ચલાવવામાં આવે છે. શુક્રવારે બારામુલા પોલિસ અને સુરક્ષાબળો દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં ભારત આવી રહેલ એક ટ્રક માંથી ૨૫ કિલો નાર્કોટિક્સ જપ્ત કરવામાં આવેલ છે.

આ ડ્રગ્સ ક્રોસ બોર્ડર ટ્રેડના ઉદેશ્યથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર માંથી ભારત મોકલવામાં આવી રહી હતી. પોલિસ દ્વારા આરોપી ટ્રક ડ્રાઇવરને પકડી લેવામાં આવ્યો છે. આ સાથે જણાવી દઈએ કે થોડા સમય પહેલા પંજાબમાં પણ હેરોઇનની ખેપને પકડી પાડવામાં આવી હતી. આ પકડાયેલી હેરોઇનની કિંમત બજારમાં પાંચ કરોડ રૂપિયા હતી.

સીમા પર નશાનો વેપાર કરતાં લોકો અલગ અલગ ઉપાયો દ્વારા તેની તસ્કરી કરવાના રસ્તાઓ શોધી રહ્યા હોય છે. હાલમાં જ ખબર આવી હતી કે પાકિસ્તાન તસ્કરો નશાકારક પદાર્થોની ખેપ ભારત પહોચડવા માટે સિંચાઇ સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે. સાથે એ ડ્રગ્સના મોટા પેકેટના બદલે નાના પેકેટ ભારત મોકલી રહ્યા છે, જેને પકડવું થોડું મુશ્કેલીભર્યું બની રહ્યું છે. જવાનોના આ કામને બિરદાવવા તમે પણ કોમેન્ટમાં વંદે માતરમ જરૂર લખજો.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here