1 GBPS અલ્ટ્રા ફાસ્ટ સ્પીડ સાથે લોન્ચ થયું જીઓ ગીગા ફાઈબર : 4k LED TV પણ ફ્રી માં આપવાની કરી જાહેરાત

0
489

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે આજે તેની વાર્ષિક સામાન્ય મિટિંગમાં જીઓ ગીગા ફાઈબર નો વ્યવસાયિક રીતે પ્રારંભ કર્યો છે. ઇવેન્ટ ની શરૂઆતમાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ની ઉપલબ્ધિઓ વર્ણવી હતી. મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, ૨૦૧૯માં આર.આઇ.એલ. સૌથી વધુ ફાયદાકારક કંપની છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છેલ્લા નાણાકીય વર્ષમાં સૌથી વધુ નફો મેળવનારી કંપની રહી છે.

મુકેશ અંબાણીએ આ સમયગાળા દરમિયાન જીઓ ફાઈબર ને સતાવાર રીતે રજૂ કર્યું હતું. મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, જીઓનુ 5G નેટવર્ક પણ તૈયાર છે. અત્યારે વાયરલેસ નેટવર્ક 4G ચાલી રહ્યું છે જેને 5G નેટવર્કમાં બદલવામાં આવશે. તેમના મતે જીઓ હોમ બ્રોડબેન્ડ સર્વિસ, એન્ટરપ્રાઇઝ સર્વિસ આ નાણાકીય વર્ષથી શરૂ થશે. આગળ જતાં દરેક ઘરમાં ઘણા કનેક્ટેડ ડીવાઈસ હશે.

મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ૨ અબજ આઇ.ઓ. ટી. ડી વાઇસ હશે. જીઓ ગીગા ફાઇબરની ૧.૫ મિલિયન નોધણીઓ ૧૬૦૦ શહેરોમાં કરવામાં આવી છે. હાલમાં, કંપની ૫ લાખ ઘરોમાં ફાઈબર બ્રોડબેન્ડ પ્રદાન કરી રહી છે. ગીગા ફાઈબર એક વર્ષમાં દેશભરમાં પહોંચી જશે.

આ સુવિધાઓ મળશે

જીઓ ગીગા ફાઈબર દેશના ૧૧૦૦ શહેરોમાં કનેક્ટિવિટી શરૂ કરશે. આ સાથે વપરાશકર્તાઓને અલ્ટ્રા એચ ડી એન્ટર ટેન મેન્ટ, મલ્ટી પાર્ટી વિડિયો કોન્ફરન્સ જેવી સેવાઓ મળશે. તે જ સમયે ટીવી સેટઅપ બોક્સમાં તમે તમારા ટીવી સ્ક્રીન પર અલ્ટ્રા એચ ડી મનોરંજનનો આનંદ માણી શકશો. સાથે સાથે લોકો વિડિયો કોન્ફરન્સ ની મજા પણ માણી શકશો. જેનો લાઈવ ડેમો મિટિંગ દરમ્યાન આપવામાં આવ્યો હતો.

જીઓ ફાઈબરમાં આ પાંચ સુવિધાઓ મળશે

  • ઘરની દેખરેખ
  • હોમ ઓટોમેશન
  • લેન્ડલાઇન
  • ડી.ટી.એચ.
  • બ્રોડબેન્ડ

મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, ૫ સપ્ટેમ્બરે જીઓ ફાઈબર નું વ્યવસાયિક શરૂઆત થશે. આ અંતર્ગત 100 mbps થી લઈને 1 gbps સુધીની ચાર યોજનાઓ હશે. જીઓ ફાઈબર યોજના ૭૦૦ રૂપિયાથી શરૂ થઈને ૧૦,૦૦૦ રૂપિયા સુધી હશે. જો કે ગ્રાહકોએ ફક્ત એક સેવા માટે જ રકમની ચુકવણી કરવાની રહેશે. કારણકે દરેક યોજના પર વોઇસ કોલ મફતમાં ઉપલબ્ધ થશે. આ સિવાય યુ એસ, કેનેડા માટે ૫૦૦ રૂપિયાની યોજના રજૂ કરવામાં આવી છે. જેમાં અનલિમિટેડ ફ્રી વોઇસ કોલ મળશે.

ટીવી મળશે મફત

મુકેશ અંબાણીએ જીઓ ફાઈબર ઓફર રજૂ કરી હતી. આ ઑફર હેઠળ ગ્રાહકોને એચ ડી 4k ટીવી સેટ અને 4k સેટઅપ બોક્ષ મળશે. આ સિવાય મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, જે દિવસે ફિલ્મ રિલીઝ થશે એ દિવસે જ જીઓ યુઝર ફ્રી માં પ્રથમ શો પોતાના ઘરે જ જોઈ શકશે. તે માટે કયો પ્લાન લેવો પડશે તેની જાહેરાત કરવામાં આવી નથી.

મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, અમે Jio IoT પ્લેટફોર્મ ૧ જાન્યુઆરી ૨૦૨૦ થી ઉપલબ્ધ કરીશું. કંપનીનું લક્ષ્ય ૧ અબજ ઘરોને Jio IoT સાથે જોડવાનું છે. આ સિવાય કંપની તમામ કેબલ ઓપરેટર સાથે ભાગીદારી કરવાનું લક્ષ્યાંક બનાવી રહી છે. AGM ની મિટિંગમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના અધ્યક્ષ મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૨૦ સુધીમાં ૫ ટ્રિલિયન ડોલર ની અર્થ વ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે, કંપની ૩૪૦ મિલિયન યુઝર બેઝ સાથે ભારતની નંબર વન મોબાઈલ સર્વિસ પ્રોવા ઇડર કંપની બની ચૂકી છે. તેમણે આગળ જણાવ્યું હતું કે, યુઝર બેઝ સિવાય કંપની પણ આવકના મામલે નંબર વન બની છે. ૧,૩૦,૦૦૦ કરોડની આવક જિઓની છે જે એક રેકોર્ડ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here