૧-૨ રૂપિયા નહીં પરંતુ ૧૦ થી ૧૫ રૂપિયા સસ્તું થવાનું છે પેટ્રોલ, સરકારે કરી લીધી છે પૂરી તૈયારી

0
5418

ગત ૪ ઓક્ટોબર ના રોજ સરકાર દ્વારા પેટ્રોલ અને ડીજલ ઉપર ૧.૫૦ રૂપિયા પ્રતિ લિટર એક્સાઇજ ડ્યૂટિ ઓછી કરવામાં આવી. જોકે જાણકારો એ આવું જણાવ્યુ છે કે આવું કરવાથી સરકારની આવક પર અસર પડશે. પરંતુ સરકારે તેનો પણ ઉતાર શોધી લીધો છે, આ વર્ષે ઘણા અલગ અલગ કારણોસર પેટ્રોલ અને ડીજલના ભાવોમાં ભાવ વધારો જોવા મળેલ છે. જો કે થોડા સમયથી સામાન્ય જનતાને આમાંથી રાહત પણ મળેલી છે. પરંતુ હવે સરકાર પેટ્રોલ અને ડીજલની કિંમતોમાં લગભગ ૧૦ થી ૧૫ રૂપિયાનો ઘટાડો કરી શકે છે. સૌથી ખાસ વાત એ છે કે તેના લીધે સરકારી તિજોરી પર અસર પણ નહીં પડે.

હકીકતમાં, નીતિ આયોગની દેખરેખમાં સરકાર હવે પેટ્રોલમાં હવે ૧૫% મેથેનોલનું મિશ્રણ કરવાની પૂરી તૈયારી કરી ચૂકી છે. આને લઈને સરકારે ટ્રાઇલ પણ જોરશોર થી ચાલુ કરી દીધેલ છે. મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવેલ છે કે તેના લીધે પેટ્રોલના ભાવમાં ૧૦ થી ૧૫ રૂપિયા ઘટી શકે છે.

હાલ બજારમાં મળતા પેટ્રોલ અને ડીજલમાં ઇથેનોલ મિક્સ કરવામાં આવે છે. જેને લઈને સરકારે નીતિ આયોગને પેટ્રોલ અને ડીજલમાં ઇથેનોલ ના બદલે મેથોનોલ મિક્સ કરવાની ભલામણ કરી હતી જેને સ્વીકારી લેવામાં આવી હતી. ઇથેનોલને શેરડી માંથી બનાવવામાં આવે છે જેની કિંમત ૪૦ રૂપિયા પ્રતિ લીટર હોય છે, જ્યારે બીજી તરફ મેથેનોલની બનાવટ માટેનો ખર્ચો ૨૦ રૂપિયા પ્રતિ લીટર આવે છે.

કેન્દ્રિય મંત્રીએ આ વિષયમાં કહ્યું હતું કે, અત્યારના સમયમાં પેટ્રોલની કિંમત લગભગ ૮૦ રૂપિયા આસપાસ છે, જ્યારે જ્યારે મેથોનોલ કોલસામાંથી બનાવવામાં આવે છે અને તેનો ખર્ચો ૨૦ રૂપિયા પ્રતિ લિટર આવે છે. આ મેથોનોલ મિશ્રિત પેટ્રોલનો ઉપયોગ કરવાવાળા એંજિન વિશે વાત કરતાં બતાવ્યુ કે, સ્વીડેનની આટોમોબાઇલ કંપની વોલ્વો મેથોનોલથી ચાલે તેવું એંજિન બનાવી લીધું છે. આ એંજિનમાં મેથોનોલનો ઉપયોગ થશે. મૂંબઈમાં આ તેલનો ઉપયોગ કરવાવાળી ૨૫ બસો પર ટ્રાઇલ કરવામાં આવશે.

આ સિવાય નીતિ આયોગની દેખરેખ હેઠળ આના પર પૂણામાં ટ્રાયલ ચાલી રહ્યું છે, જેમાં પેટ્રોલ સાથે મેથોનોલ મિક્સ કરીને ગાડીઓ ચલાવવામાં આવી રહી છે. આશા રાખવામા આવે છે કે ૨ થી ૩ માહિનામાં તેનું ટ્રાયલ પૂરું કરી લેવામાં આવશે. આ ટ્રાયલથી સંતુષ્ટિ મળ્યા બાદ પેટ્રોલમાં મેથોનોલ મિક્સ કરવાનું શરૂ કરી દેવામાં આવશે.

મેથોનોલના મિક્સ થવાથી એક ફાયદો પણ મળશે કે તેનાથી પ્રદૂષણમાં પણ ઘટાડો આવશે. શરૂઆતના સમયમાં મેથોનોલને લઈને ભારતમાં જ ઉત્પાદન કરી શકાય તેના તરફ વધારે ધ્યાન આપશે અને તેની આયાત પર ધ્યાન કેન્દ્રિત કરશે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here