સમજો આ ઇશારાઓને, જાણો એ તમને પસંદ કરે છે કે નહીં?

0
2453

આજકાલ જ્યારે યુવાનોમાં રિલેશનશિપનો જમાનો છે ત્યારે કેટલાક લોકો આજે પણ સંકોચ અનુભવે છે. ઘણીવાર એવું હોય છે કે તમારા મનમાં કોઈ વ્યક્તિને લઈને લાગણી અને પ્રેમ છે પણ તમને ખબર નથી હોતી કે એ સામેવાળી વ્યક્તિને ખબર છે કે નહીં. તમે નથી ઇચ્છતા કે તમે પોતાની લાગણી એ વ્યક્તિને બતાવીને પોતાની દોસ્તીને પણ ગુમાવી બેસો.

આમ તો તમારે તમારી લાગણી તમારી પ્રિય વ્યક્તિને બતાવી દેવી જોઈએ પરંતુ તો તમે કોઈ જોખમ લેવા ન માંગતા હોય તો અમે તમને થોડી ટિપ્સ આપશુ જેના પરથી તમે જાણી શકશો કે એ તમને પસંદ કરે છે કે નહીં.

આમ તેમ જોવું :

જ્યારે તમે તેની સાથે વાતો કરી રહ્યા હોય અને તમારું પૂરું ધ્યાન તમારી વચ્ચે ચાલી રહેલી વાતો પર અને તે વ્યક્તિ પર હોય પરંતુ એ થોડા થોડા સમયે ઘડિયાળ સામે જોઈ રહી હોય અથવા આમ તેમ જોઈ રહી હોય તો સમજી જાઓ કે તેને તમારી વાતોથી કંટાળો આવી રહ્યો છે. બની શકે કે તેને બીજી કોઈ જગ્યાએ જવાની ઉતાવળ હોય પરંતુ જો દર વખતે આવું જ કરે છે તો એનો મતલબ છે કે તે વ્યક્તિ તમને પસંદ નથી કરતી.

આંખોમાં આંખો પરોવી ને વાત કરવી :

કહેવામા આવે છે કે જ્યાં પ્રેમ હોય છે ત્યાં શરમ પણ આપોઆપ આવી જ જાય છે. જો એ તમારી સાથે હસતાં હસતાં વાત કરે છે અને આંખો માં આંખો મેળવીને વાત કરે છે તો એનો મતલબ એ છે કે કે કદાચ એ તમને સારો મિત્ર માને છે. પણ જો એ તમારી સાથે શરમાઇને વાત કરે છે અને તમારી આંખોમાં જોઈને વાત નથી કરી શક્તી તો સમજી જાઓ કે તેના હ્રદયમાં તમારા માટે કઈક છે.

ઊભા રહેવાની સ્થિતિ :

આ વાત તમને કદાચ નવાઈ પમાડે તેવી છે, પણ ઊભા રહેવાની સ્થિતિ પરથી પણ ઘણો ખ્યાલ આવી શકે છે કે એ તમને પસંદ કરે છે કે નહીં. જો તે પોતાની કમર પર હાથ રાખીને ઊભી રહે તો સમજવું કે એ પ્રભુત્વ અને અધિકાર રાખવાનું ધરાવતી વ્યક્તિ છે. જો તેનો એક હાથ કમર પર છે તો એ તમને આકર્ષિત કરવા માંગે છે. જો તે પોતાના હાથ બાંધીને ઊભી છે તો તેને તમારા દિલચસ્પી નથી. પણ જો એ શરીરને તમારી તરફ જુકેલું હોય તો તેનો મતલબ છે કે તેને તમારામાં ખૂબ જ દિલચસ્પી છે.

ભૂલો કાઢવી :

જો તે વાત વાતમાં તમારી ભૂલો કાઢી રહી હોય તો એનો મતલબ છે કે તે તમને રિલેશનશીપ માટે યોગ્ય નથી માનતી. બની શકે કે એ તમારી ભૂલો કાઢીને એવું બતાવવા માંગતી હોય કે આવી ભૂલોને કારણે જ એ તમારા થી દૂર રહેવાનુ પસંદ કરે છે અથવા તો તમને પસંદ નથી કરતી.

વાળમાં આંગળી ફેરવવી :

આમ તો આ ફિલ્મી સ્ટાઈલ છે પરંતુ આ હકીકત પણ છે. જો સામેવાળી વ્યક્તિ વાળમાં આંગળી ફેરવી રહી છે તો એનો મતલબ છે કે એ તમારું ધ્યાન પોતાની તરફ ખેંચવા માંગે છે. એ ઇચ્છે છે કે તે તમારું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે. જો તમે આ ઈશારો સમજી જાઓ તો બની શકે છે કે તમારી વાત આગળ વધે.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here